Satya Tv News

મોડી રાત્રે લગભગ 50 શ્રદ્ધાળુઓ બૈસાખી મેળામાં ભાગ લેવા માટે ચરણ છો ગંગા પગપાળા જતાં હતા ત્યારે એક બેફામ ટ્રકે અડફેટે લેતા 8 લોકોના કરુણ મોત

  • પંજાબના ગઢશંકરમાં મોડી રાત્રે ભીષણ માર્ગ અકસ્માત
  • અકસ્માતમાં આઠ શ્રદ્ધાળુઓના મોત તો અનેક ઘાયલ
  • બૈસાખી મેળામાં ભાગ લેવા ચરણ છો ગંગા જઆતા હતા પદયાત્રિકો
  • ઝડપભેર ટ્રકે તમામને કચડી નાખતા 5ના ઘટનાસ્થળે તો 3 ના હોસ્પિટલમાં મોત 

પંજાબના ગઢશંકરમાં મોડી રાત્રે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મોડીરાત્રે થયેલા અકસ્માતમાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે મોડી રાત્રે લગભગ 50 શ્રદ્ધાળુઓ બૈસાખી મેળામાં ભાગ લેવા માટે ચરણ છો ગંગા તરફ ચાલી રહ્યા હતા. તે દરમિયાન એક ઝડપભેર ટ્રકે તેઓને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં પાંચ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.

પંજાબના ગઢશંકર બૈસાખી મેળામાં ભાગ લેવા માટે ચરણ છો ગંગા તરફ પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. જેમાં 8 લોકોના મોત થયા છે. જોકે આ મૃતકોમાં  પાંચ ભક્તો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. તમામ મૃતક ભક્તો યુપીના મુઝફ્ફરનગરના છે. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, પોલીસ તેને શોધી રહી છે. 
 
આ તરફ હવે સ્થાનિક લોકોનું કહેવું છે કે, ગઢશંકરના રસ્તાઓની હાલત સારી નથી જેના કારણે રોડ અકસ્માતો વધી રહ્યા છે. ગઢશંકર નાંગલ તરફ જતા રોડનું ઘણા સમયથી મરામત કરવામાં આવ્યું નથી. લોકોનું કહેવું છે કે,  એક તો રોડની હાલત ખરાબ છે અને બીજું રોડ પર તીવ્ર વળાંકોના  કારણે વાહનચાલકો વાહનો પરનો કાબૂ ગુમાવી દે છે અને વાહનો પલટી જાય છે.  

error: