Satya Tv News

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ એસટી ડેપો સામે આવેલ જીન ફળિયાની ગલીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ૮૪ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એસટી ડેપો સામે આવેલ જીન ફળિયાની ગલીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૧૪ હજાર અને બે ફોન તેમજ રીક્ષા મળી કુલ ૮૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામના પહેલા ફળિયામાં રહેતો જુગારી નરેશ મગન વસાવા,મોહમદ ઈરફાન અબ્દુલ શેખ અને ઉમેશ સજ્જન ગુપ્તાને ઝડપી પાડ્યો હતો જયારે બે જુગારી ફરાર થઇ ગયા હતા.

error: