Satya Tv News

ઉમેશ પાલ હત્યાકેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી પોલીસે એન્કાઉન્ટર કરી નાંખ્યું છે. STF એ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. બંને પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યાં છે. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કર્યા બાદ જ તે ફરાર થઈ ગયો હતો. એસટીએફ તેમને સતત શોધી રહી હતી અને ઝાંસીમાં તેમનું લોકેશન મળ્યા બાદ પોલીસે તેમને ઠાર કર્યા.

 મારા પુત્રને જાહેરમાં ગોળી મારી દીધી હતી. આજની કાર્યવાહીથી અમને થોડી શાંતિ મળી છે. મારા પુત્રના હત્યારાઓને મારી નાખવામાં આવ્યા હતા. આ જે 2 એન્કાઉન્ટર થયા છે, તેઓને તેમના પાપોની સજા મળી છે. યોગીજીનો આભાર.

ઝાંસીના પરિછા ડેમ પાસે એન્કાઉન્ટર બાદ અસદ (સફેદ કુર્તામાં) અને ગુલામ મોહમ્મદનો મૃતદેહ

એન્કાઉન્ટરના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે પ્રયાગરાજ કોર્ટમાં અતીક અહેમદના રિમાન્ડ પર સુનાવણી ચાલી રહી હતી. અતીક અહેમદને મંગળવારે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે બંનેની પૂછપરછ કરવાની છે. આ માટે 200 પ્રશ્નોની યાદી તૈયાર કરાઈ છે.

ઉમેશ પાલ હત્યામાં અસદનું નામ અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ શાઇસ્તાએ અતીક અહેમદ સામે નારાજગી વ્યક્ત કરી હતી. રડતાં રડતાં કહ્યું કે અસદ હજુ બાળક છે. તેને આ મામલામાં લાવવો જોઈતો ન હતો. આ સાંભળીને માફિયા ડોન અતીક અહેમદ ગુસ્સે થઈ ગયો

ફોન પર તેને ઠપકો આપતા તેણે શાઇસ્તા પરવીનને કહ્યું હતું કે, ‘અસદ સિંહનો પુત્ર છે. તેમણે સિંહો જેવું કામ કર્યું છે. તેમના કારણે આજે હું 18 વર્ષ પછી શાંતિથી સૂઈ શક્યો છું. ઉમેશને કારણે મારી ઊંઘ ઊડી ગઈ હતી. હવે બિનજરૂરી વાતો કરીને મારો મૂડ બગાડશો નહીં. બધું મેનેજ કરવામાં આવશે.

24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યા કેસમાં યુપી પોલીસે અત્યાર સુધીમાં 4 એન્કાઉન્ટર કર્યા છે. અગાઉ, પ્રથમ એન્કાઉન્ટર પ્રયાગરાજમાં 27 ફેબ્રુઆરીએ અરબાજનું થયું હતું. અરબાઝ ક્રેટા કાર ચલાવી રહ્યો હતો જેના દ્વારા બદમાશો ઉમેશ પાલના ઘરે પહોંચ્યા. અસદ પણ તેમાં હતો.

જ્યારે, બીજું એન્કાઉન્ટર 6 માર્ચે થયું હતું. જેમાં ઉમેશ પર પ્રથમ ગોળી ચલાવનાર વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અતીકના પરિવારને મદદ કરનાર 3 આરોપીઓ અને નજીકના લોકોના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

ઉમેશ પાલ હત્યા કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને ગુરુવારે કોર્ટમાં હાજર કરાયા હતા. સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. બંનેને નૈની જેલમાંથી એક જ જેલ વાનમાં પ્રયાગરાજ CJM કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અતીક અહેમદે પોતાના વકીલ સાથે અલગથી મુલાકાત કરવા માટેની મંજુરી પણ માંગી હતી.

error: