Satya Tv News

સુરતના નાણાવટ વિસ્તારમાં ધોળે દિવસે બે લૂંટારૂએ ઘરમાં ઘુસી ડોક્ટરની પ્રેમિકાને હાથ-પગ સેલોટેપથી બાંધી માર મારી સોનાના ઘરેણાં, રોકડ અને ફોન મળી 2.39 લાખની લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં પૂર્વ પતિનું કારસ્તાન બહાર આવ્યું છે. જ્યારે લૂંટ કરનાર બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ મહિલાના પૂર્વ પતિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

છેલ્લા 17 દિવસથી લાલગેટમાં નાણાવટ પંડોળની પોળમાં એપાર્ટમેન્ટમાં 25 વર્ષીય ત્યક્તા ડોક્ટર સાથે લીવ ઇનમાં રહે છે. આફરીન 12મીએ ઘરે એકલી હતી. બપોરે અઢી વાગ્યે કોઈકે દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલતા બન્ને લૂંટારૂએ તેણીનું મોઢું દબાવી ઘરમાં ઘુસી હાથ-પગ અને મોં પર સેલોટેપ મારી દીધી હતી. પછી પૈસે-દાગીના કહા હે એમ કહી બાજુના રૂમમાં લઈ ગયા હતા. જ્યા કબાટ ખુલ્લો હતો. જોકે, તિજોરીની ચાવી ન આપતા મહિલાને ચાર્જરના વાયરથી પીઠના ભાગે માર મારી 4500ની રોકડ લૂંટી લીધી હતી. બંનેમાંથી એક નમાઝની ટોપી પહેરી તો બીજો રૂમાલ બાંધી આવ્યો હતો.

લૂંટારૂઓએ જતા-જતા ‘પુલીસ મે કમ્પ્લેન કરેગી યા તુ બહાર નીકલેગી તો તુજે માર ડાલેંગે’ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરનો દરવાજા બહારથી બંધ કરી ભાગી ગયા હતા. આફરીનબેન ટેબલ પર પડેલ છરીથી સેલોટેપ કાપી નાખી બારી પાસે ગઈ હતી. આ દરમિયાન ઘરની નીચે રમતા બાળકોએ જોઈ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાઓને બોલાવી ઘરનો દરવાજો ખોલી મોઢા પર બાધેલ સેલોટેપ કાઢી હતી. આફરીનબેને બનાવ અંગે તેના પ્રેમી મોહશીન મોહમંદ યુસુફ શેખને ફોન કરી બોલાતા તેઓ ઘરે દોડી આવ્યા બાદ તેમની સાથે ફરિયાદ નોંધાવી હતી.

લાલગેટ પોલીસે શરીફ ઉર્ફે બાબુ અરમાન કમરૂદ્દીન અંસારી અને શરીફખાન ઉર્ફે બુટ્ટા અશરફખાન પઠાણ(બંને રહે,સલાબતપુરા)ની ધરપકડ કરી સોનાની ચેઇન-1, વીટીં-5, કાનના ઝુમખા અને બે મોબાઇલ કબજે કર્યા છે. જ્યારે મહિલાનો પૂર્વ પતિ ઈસ્માઈલ મહંમદ ઇબ્રાહીમ શેખ(રહે, સલાબતપુરા) ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. શરીફ ઉર્ફે બાબુ રીઢોચોર છે. અગાઉ 6 ગુનામાં પકડાયો હતો. ઇદ નજીક હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. મહિલાના 2 મહિના પહેલા છુટાછેડા થયા હતા.

લૂંટારૂએ ધમકી આપી કે, ‘તુ પુલીસ મે કમ્પલેઇન કરેગી તો તુ બહાર નીકલેગી તો માર ડાલુગાં’ કહી બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા. લાલગેટ પોલીસે ત્યક્તાની ફરિયાદ લઈ બન્ને લૂંટારૂને સીસીટીવી કેમેરાના આધારે ગણતરીના કલાકમાં દબોચી લીધા હતા. પકડાયેલા બન્ને લૂંટારૂને લૂંટની ટીપ મહિલાના પૂર્વ પતિએ આપી હતી.

error: