Satya Tv News

વડોદરા હરણી વિસ્તારમાં સગીર કન્યા પર બળાત્કાર ગુજારનાર યુવકને હરણી પોલીસે ઝડપી પાડ્યો છે.

હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાના પરિચયમાં આવેલા યુવકે પરિવારજનોની ગેરહાજરીમાં યુવતીની એકલતાનો લાભ લઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

બનાવની જાણ પીડીતાના પરિવારજનોને થતા તેમણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બળાત્કારનો ગુનો નોંધી યુવકને પકડવા માટે ટીમો બનાવી હતી.

આ દરમિયાન વતનમાં ભાગી રહેલા યુવકને પોલીસે રસ્તામાં જ ઝડપી પાડ્યો હતો. યુવકનું નામ કમલેશ ઉર્ફે રવિ ધોડિયા ભાઈ રાઠવા (સંતોષીનગર, ન્યુ વીઆઇપી રોડ, મૂળ રહે.શામળકુવા, તા ઘોઘંબા, પંચમહાલ) હોવાનું ખુલ્યું છે.

error: