Satya Tv News

અંકલેશ્વરની ટ્રેનોના નિર્ધારિત સમયમાં વિલંબ સર્જાયો

ટ્રેનો ૩૫ થી ૪૦ મિનિટ મોડી પડતા નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવી પડી

કામગીરી આવતીકાલે પણ ચાલુ રહેશે તો ત્રણ કલાક જેટલો બ્લોક થશે

અંકલેશ્વર રેલ્વ સ્ટેશનના કંટ્રોલ રૂમમાં ડિઝીટલાઈઝડ સિસ્ટમના નવીનીકરણ ની કામગીરીને કારણે કેટલીક ટ્રેનોના નિર્ધારિત સમયમાં વિલંબ સર્જાયો હતો .જેને કારણે આજે સવારે બે થી ત્રણ ટ્રેનોનો વ્યવહાર અવરોધાયો હતો.

અંકલેશ્વર રેલ્વે સ્ટેશનમાં ટ્રેનોના વ્યવહાર અંગેના નિયમન માટેના કન્ટ્રોલ રૂમમાં આજે સવારે મેન્ટેનન્સ વિભાગની ટુકડી દ્વારા નોન ઇન્ટરલોક વર્કિંગની કામગીરી હાથ ધરાઈ હતી.જૂની ઘરેડની સિસ્ટમને ડીઝીટલાઈઝડ કરવામાં આવી રહી છે.જેને કારણે કેટલીક ટ્રેનોના વ્યવહાર ઉપર અસર વર્તાય હતી. બે થી ત્રણ ટ્રેનો નિર્ધારિત સમય કરતા વિલંબાય હતી જેને કારણે નવજીવન એક્સપ્રેસ તેમજ લોકલ ટ્રેનો ૩૫ થી ૪૦ મિનિટ મોડી પડી હતી પરિણામે ખાસ કરીને રોજેરોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગને હાલાકી ભોગવવી પડી હતી. મેન્ટેનન્સની કામગીરીમાં પણ થોડો ઘણો વિલંબ સર્જાયો હોવાનુ સામે આવ્યુ હતુ. રેલ્વે વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે આ કામગીરી આવતીકાલે પણ ચાલુ રહેનાર હોય આવતીકાલે પણ ત્રણ કલાક જેટલો બ્લોક થશે તેની અસર કેટલીક ટ્રેનોના વ્યવહાર ઉપર પડે તેવી સંભવિતતા છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: