Satya Tv News

સુરતના ટ્રાન્સપોર્ટ ટેમ્પો ડ્રાયવરે સુતેલી બાળકીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ

૧૦ વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડ્યો

ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી

કોસંબા પોલીસે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી

સુરતમાં અપહરણ અને દુષ્કર્મના આરોપીને કોસંબા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો, ગત 9 તારીખના રોજ માંગરોળ તાલુકાની GIDC માં ઘટના બની હતી. ટ્રાન્સપોર્ટ ટેમ્પો ડ્રાયવરે પડાવ માં સુતેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું.

YouTube player

સુરત ગ્રામ્યની કોસંબા પોલીસ અપહરણ દુષ્કર્મના ગુનામાં મોટી સફળતા હાથ લાગી છે. કોસંબા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. 9 તારીખ ના રોજ માંગરોળ ના પાનસરા GIDC માં ઘટના બની હતી. એક ખાનગી ટ્રાન્સપોર્ટનો ટ્રક ડ્રાઇવરે ૧૦ વર્ષીય બાળકી ને પડાવ માંથી અપહરણ કરી ગયો અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકી ને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે પોલીસ ના હાથે એક ફેકટરીના CCTV ફૂટેજ હાથ લાગયા હતા. જે ફૂટેજ આધારે આરોપી ની ઓળખ થઈ હતી. આરોપી મૂળ યુ.પી ના વારાણસી નો વિકાસ સયામજીત યાદવ ઉવ ૨૪ હોવાનું સામે આવ્યું હતુ. જે બાદ પોલીસે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમી આધારે કોસંબા પોલીસે દુષ્કર્મ ના આરોપી ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી હતી.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: