તાલાલા માર્કેટમાં કેરીની હરાજી શરુ. પ્રથમ દિવસે જ કેરીથી છલકાયું માર્કેટ. પ્રથમ દિવસે જ 7 હજાર બોક્સની આવક. જાણો, શું બોલાયો ભાવ?
ગીર સોમનાથ: ઉનાળાની શરૂઆત થતાં જ લોકો કેસર કેરીની રાહ જોતાં હોય છે, પરંતુ આ વખતે માવઠાને કારણે કેસર કેરીના પાકને ઘણું નુકસાન પહોંચ્યું હતું. જોકે, હવે કેસના રાહ જોઇ રહેલા લોકો માટે સારા સમાચાર છે. કેમ કે, ગીર સોમનાથમાં માર્કેટમાં મોટી સંખ્યામાં કેસર કેરીનું આગમન થયું છે. તાલાલા માર્કેટ કેરીથી છલકાયું છે. તાલાલા માર્કેટમાં કેરીની હરાજી શરુ થઇ છે.
તાલાલા મેંગો માર્કેટમાં પ્રખ્યાત કેસર કેરીની હરરાજીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે કેસર કેરીના બોક્સથી યાર્ડ છલકાયું છે. ગત વર્ષે 3500 બોક્સ સામે આ વર્ષે પ્રથમ દિવસે જ 7000થી વધુ બોક્સની આવક થઇ છે. સાથે જ ₹700થી લઈને ₹900 સુધીના ભાવ બોલાયા હતા.
તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીનો પાછોતરો પાક વધુ છે અને માવઠાની અસર પણ હતી, જેથી સિઝન લાંબી ચાલી શકે છે. આથી, ચોમાસા સુધી કેસર કેરી લોકો ખાઈ શકશે.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેરી વેચવા આવતા કિસાનોને તથા વેપારી મંડળને કોઈ મુશ્કેલી પડે નહીં માટે ખાસ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.
માર્કેટમાં પ્રથમ દિવસે જ 7000થી વધુ બોક્સની થઈ આવક.