અંકલેશ્વરના પીરામણ નાકાની એક્સીસ બેન્ક પાસે અકસ્માત સર્જાયો
ફોર વહીલ ગાડી ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા બે ઈજાગ્રસ્ત
અકસ્માતમાં દંપતીને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા
અકસ્માત અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરના પીરામણ નાકાથી ત્રણ રસ્તા સર્કલ વચ્ચે એક્સીસ બેન્ક પાસે ફોર વહીલ ગાડી ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા બેને ઇજાઓ પહોંચી
અંકલેશ્વર તાલુકના નાંગલ ગામના ઊંચા ફળિયામાં રહેતા જ્યોતિકા ઉમેદ પટેલ પોતાના પતિ ઉમેદ પટેલ સાથે મોટર સાઇકલ નંબરજી.જે.16.બી.સી.0630 લઈ અંકલેશ્વર ખાતે દવા લેવા આવ્યા હતા .જેઓ અંકલેશ્વરના પીરામણ નાકાથી ત્રણ રસ્તા સર્કલ વચ્ચે એક્સીસ બેન્ક પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા ફોર વહીલ ગાડી ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં દંપતીને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..અકસ્માત અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર