Satya Tv News

  • પીવાના
  • ​​​​​​​ખાડિયાના ગોડાઉનના પાણીની લેબોરેટરી તપાસ કરાવાઈ હતી

મ્યુનિ. મધ્યઝોનના ડીવાયએમસી મીહિર પટેલે મંગળવારે ખાડિયામાં આવેલા માંડવીની પોળની દેવની શેરીમાં રાજ વોટર સપ્લાયના નામે ગોડાઉનમાંથી પાણીના જગ પહોંચડાતા એકમને સીલ કર્યું હતું. લેબોરેટરી તપાસમાં આ ગોડાઉનમાં રાખવામાં આવેલા પાણીમાંથી ઝાડા ઊલટી, ટાઇફોઇડ સહિતના પાણીજન્ય રોગચાળો ફેલાવતા ઇકોલાઇ નામના બેક્ટેરિયાની મોટી માત્રામાં હાજરી પકડાઈ હતી. અંતે આ ગોડાઉન સીલ કરાયું હતું. ઇકોલાઈ બેક્ટેરિયા એટલો હાનિકારક છે કે, પેટમાં ગયા પછી અત્યંત ગંભીર બીમારી ફેલાવે છે.

શહેરમાં એપ્રિલ મહિનાના 16 દિવસમાં જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં ઝાડા ઊલ્ટીના 164 કેસ, કમળાના 40 અને ટાઇફોઇડના 139 કેસ સામે આવ્યા છે. ચાલુ વર્ષે મ્યુનિ. દ્વારા લેવાયેલા પાણીના નમૂના પૈકી 161 જેટલા પાણીના નમૂનામાં બેક્ટેરિયાના હાજરી જણાઇ આવી હતી. જ્યારે 955 જેટલા પાણીના સેમ્પલમાં ક્લોરીનની હાજરી નહીં હોવાનું જણાયું હતું. જે આરોગ્ય માટે હાનિકારક છે.
શહેરમાં સ્વાઇન ફ્લૂના પણ ચાલુ વર્ષે 52 જેટલા કેસ નોંધાયા છે. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં રહ્યો હોવાનું મ્યુનિ. ચોપડે નોંધાયું છે.

error: