Satya Tv News

છેલ્લા બે ત્રણ મહિનાથી વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે ઉનાળાના દિવસોમાં જે રીતે વરસાદી માહોલ જામી રહ્યો છે તે જોતા જાણે ચોમાસું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે ગઈકાલે સુરત શહેર અને જિલ્લામાં બે માર્ગ વરસાદ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.

સુરતજિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ગોથાણ ગામ ખાતે વીજળી પડી હતી. સતીશ રાઠોડ નામના 22 વર્ષે યુવક તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો. પોતાના ખેતરમાં જ ઝાડને કાપવાનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન વરસાદી માહોલ જામી ગયો હતો. આકાશમાં એકાએક કડાકા ભડાકા સાથે વીજળી થવાની શરૂ થઈ હતી. યુવક ઝાડ કાપી રહ્યો હતો તે દરમિયાન તેના ઉપર વીજળી પડતા તેનું મોત થયું હતું.

સતીશ રાઠોડ જ્યારે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન જ વીજળી પડતા તેને તાત્કાલિક અસરથી સારવાર માટે કામરેજ પીએચસી ખાતે લઈ જવાયો હતો. યુવકને સમયસર હેલ્થ સેન્ટર ઉપર લઈ જવાયો હતો પરંતુ ડોક્ટરને એ તપાસ કરતા તેનું મોત નિપજો હોવાનું જણાય આવ્યું હતું. સતીશ નામના યુવકનું મોત થતા તેના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર ગામમાં અશોકનું મોજુ ફરી વળ્યું હતું. એકાએક જ બનેલી ઘટનાથી સૌ કોઈ આવાક થઈ ગયા હતા. ગઈકાલે શહેરભરમાં જબરજસ્ત વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા.

error: