Satya Tv News

સુરતના ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા રિક્ષાચાલકે અડેફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવકને ઈજા પહોંચી હતી.

સલાબતપુરા વિસ્તારમાં આવેલા પદમાનગરમાં 37 વર્ષીય ગણેશ બોરસે પરિવાર સાથે રહેતો હતો. ગતરોજ રાત્રે ભેસ્તાન ખાતે આવેલી મૌસવ કંપનીમાં નોકરી પરથી ગણેશ અને તેના પાડોશી હરીશભાઈ પટેલ પરત ઘરે આવી રહ્યા હતા. દરમિયાન ઉધના દરવાજા તરફ ઉતરતા બ્રિજના નાકા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા રિક્ષાચાલકે અડેફેટ લઈ ફંગોળ્યા હતા. રિક્ષા(GJ-05-BY-3992)ની અડેફેટ આવી ગણેશ પટકાતા હાથ અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

અકસ્માતના પગલે સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ગણેશને હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ ગણેશને મૃત જાહેર કર્યો હતો. આ સાથે જ ગણેશના પરિવારને જાણ કરતા હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારના દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

યુવકને અડેફેટે લઈ મોતને ઘાટ ઉતારગાર રિક્ષાચાલકની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. અકસ્માત સમયે રિક્ષા પૂરપાટ ઝડપે હોવાથી રિક્ષા ચાલકને અન્ય એક યુવકને પણ અડેફેટે લેતા ઈજા પહોંચી હતી. જો કે, તેને સામાન્ય ઈજા થઈ હોવાથી તે સ્વસ્થ છે. હાલ પોલી દ્વારા ગુનો નોંધી રિક્ષાચાલક યુનુસ રઝાક શાની અટકાયત કરી લેવામાં આવી છે.

error: