Satya Tv News

એક વૃદ્ધ શખ્સે પોતાની જ 4 વર્ષની દોહિત્રીનું સ્કુલેથી અપહરણ કરી લીધુ. પકડાઈ જવા પર તેમણે પોતાની પુત્રી પર દોષનો ટોપલો નાખી દીધો. આ શખ્સને જુગારની લત છે, જેના કારણે તે દેવામાં ડૂબી ચૂક્યા છે. વૃદ્ધની ઓળખ 65 વર્ષીય યુઆન તરીકે થઈ છે. તેમણે પોતાની લતના કારણે આ ગુનાને અંજામ આપ્યો. ઘટના ચીનના શાંઘાઈ શહેરની છે.

રિપોર્ટ અનુસાર યુઆન સૌથી પહેલા પોતાની દોહિત્રીને તેની સ્કુલે લઈ ગયા. તેમણે બાળકીની માતા સાથે કિડનેપર બનીને વાત કરી, જે વૃદ્ધની જ પુત્રી છે, તેમણે કહ્યુ જો તમે 3 દિવસની અંદર 72,500 ડોલર (લગભગ 60 લાખ રૂપિયા) નહીં આપ્યા તો તમે ક્યારેય પોતાની પુત્રીને જોઈ શકશો નહીં. બાળકીની માતાએ સમગ્ર ઘટના પોલીસને જણાવી. તપાસ બાદ તેને જાણ થઈ કે તેના પિતા જ કિડનેપર છે. જેમની પોલીસે ધરપકડ કરી લીધી છે.

પુત્રી પર આરોપ લગાવવામાં આવ્યા

આરોપી વૃદ્ધે જેલમાં રહીને પોતાને બચાવવા માટે પોતાની પુત્રી પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધુ. તેમણે કહ્યુ, હુ 65 વર્ષનો છુ અને મારી પુત્રી મારી પર કેસ કરી રહી છે. તે નથી ઈચ્છતા કે હુ સારો થાઉ, તે બસ ઈચ્છે છે કે હુ મરી જાવ. આરોપી યુઆને કહ્યુ કે આ પારિવારીક વાત છે, કોઈ કાયદાકીય મામલો નથી. તેમણે જેલમાં ભૂખ હડતાળ કરી.

error: