ભરૂચના ડો.સુનિલ શાહની કરી ધરપકડ
ભત્રીજાની પ્રોપર્ટી પચાવી પાડવા કાકાનું કાવતરું
પ્રોપર્ટીના વિવાદમાં ભરૂચના ડોક્ટરની ધરપકડ
મરણનો ખોટો દાખલો આપતા ભરૂચના ડોક્ટરની ધરપકડ
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા પરિવારમાં સગા કાકાએ જ દગો આપ્યો હોવાનું સામે આવ્યું છે. જે અંગે પુત્રએ કાકા વિરુદ્વ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભરૂચ એસ.સી.આઈ.ઈન્ટરનેશનલ સિક્યુરીટી લિમિટેડના ડિરેક્ટર વિક્રાંત સુરેશ શુકલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પિતાના અવસાન બાદ માતાએ તમામ જવાબદારી સંભાળી લેતા વિક્રાંતના કાકા વિજય ચંદ્ર પ્રકાશ શુકલાને આ વાત હજમ થઈ ન હતી. જેથી વિજય શુકલાએ પોતાના ભાઈની પત્ની હીરારાણી હોવાના ખોટા પુરાવા આપી કંપની વિક્રાંત અને વર્ષાની જાણ બહાર પોતાના નામે કરાવી દીધી હતી.
મહત્વનું છે કે, વિક્રાંત શુકલા સહિત તેમની માતા વર્ષા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ડો. સુનિલ પ્રફુલ્લચંદ્ર શાહ વિક્રાંતના કાકા વિજય શુકલાના કહેવા પર વિલાસપતિ તેમની હોસ્પિટલમાં મૃત્યુ પામ્પા ન હોવા છતાં મરણ જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે વિજય શુકલાએ ભરૂચ નગર પાલિકામાંથી મરણ દાખલો કઢાવ્યો હતો. એટલું જ નહિ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, માત્ર વિલાસપતિ જ નહિ પરંતુ, હીરારાણીનો પણ મરણનો દાખલો ખોટી રીતે કઢાવવામાં આવ્યો હતો
સામાન્ય રીતે શાળાના વિદ્યાર્થીઓ કે સરકારી નોકરી કરતા કર્મચારીઓને પણ જો હોસ્પિટલમાં સારવાર કરાવી હોય અને મેડિકલ સર્ટિફિકેટ જોતું હોય તો તેના પણ રૂપિયા 1000 ડોક્ટર સુનિલ શાહ દ્વારા લેવામાં આવતા હતા પણ કહેવાય છે ને તે જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે છાપરે ચડીને પુકારે બસ આવું જ કંઈક ડોક્ટર સુનિલ શાહ સાથે થયું છે એક બોગસ જીવત વ્યક્તિનો મરણનો દાખલો બનાવો ભારે પડ્યું છે અને વડોદરા પોલીસે તેની ધાર પકડ કરી લીધી છે
માતા-પિતા અને દાદાએ વર્ષ 1994માં એસસીઆઈ ઈન્ટરનેશનલ સિક્યુરીટી એજન્સી અલકાપુરી વિન્ડસર પ્લાઝામાં શરૂ કરી હતી. પિતાના અવસાન બાદ કંપનીનું સંચાલન માતા વર્ષાબેનને આપવામાં આવ્યું હતું. જે કાકા વિજય શુકલાને હજમ ન થતા તેના દ્વારા જીવતે જીવ તે લોકોના મરણનો દાખલો કઢાવી તમામ જમીનો પોતાના નામે કરાવી લીધી હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે સમગ્ર તપાસ કરતા ડોક્ટરની મિલીભગત હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે હજી પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ