તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.
આજનું પંચાંગ
04 05 2023 ગુરુવાર
માસ વૈશાખ
પક્ષ શુક્લ
તિથિ ચૌદસ
નક્ષત્ર ચિત્રા
યોગ વજ્ર સવારે 10.34 પછી સિદ્ધિ
કરણ ગર સવારે 11.50 પછી વણિજ
રાશિ કન્યા (પ.ઠ.ણ.) સવારે 9.19 પછી તુલા (ર.ત.)
મેષ (અ.લ.ઈ.)
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે અને કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે તેમજ વિવાદિત કાર્યોથી દૂર રહેવું અને તબિયત બાબતે કાળજી રાખવી.
વૃષભ (બ.વ.ઉ.)
સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે તેમજ દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે અને કામકાજમાં ઓછો સહયોગ મળશે તેમજ ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું.
મિથુન (ક.છ.ઘ.)
કામના ભારને હળવો કરી શકશો તેમજ સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે તેમજ સહકર્મચારીઓનો સહયોગ મળશે અને પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો
કર્ક (ડ.હ.)
યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી તેમજ નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે તેમજ પદ અને પરિવારને સરખું મહત્વ આપો.
સિંહ (મ.ટ.)
આવકના નવા સાધનો મળશે અને સમસ્યાઓમાં સમાધાન મળશે તેમજ વિરોધીઓથી પરેશાની વધશે તેમજ કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં
કન્યા (પ.ઠ.ણ.)
ધર્મકાર્ય માટે બહાર જવું પડે તેમજ સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે અને આજે ઉત્તમ આનંદ મેળવી શકશો અને ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે
તુલા (ર.ત.)
કામકાજમાં અનુકૂળતા જણાશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી અને કામ વધારે છત્તાં આનંદ જણાશે તેમજ મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે
વૃશ્ચિક (ન.ય.)
રોકાયેલા કાર્યો પૂરાં થશે તેમજ આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે તેમજ ધંધામાં મહેનત વધારે કરવી પડશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં અને વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી તેમજ સગા-સંબંધીઓમાં તણાવ જણાશે અને પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું
મકર (ખ.જ.)
વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે તેમજ થોડી બેચેની અને કામની ચિંતા રહેશે અને અગત્યના નિર્ણયો સાચવીને કરવા, કામકાજમાં સંભાળીને કરવું
કુંભ (ગ.શ.ષ.સ.)
કામમાં નવા અવસરો મળશે અને સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે તેમજ ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે અને દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે
મીન (દ.ચ.ઝ.થ.)
મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે અને વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો તેમજ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી અને જીવનસાથી સાથે મતભેદ જણાશે
શુભાંક – આજનો શુભ અંક છે 4
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય – આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
શું કરવું? : બૃહસ્પતિકવચનો પાઠ કરો.
શું ના કરવું? : નબળા લોકોને પીડા ના આપશો.
આજનો મંત્ર : હ્રીં પરમાત્મને નમઃ
આજનું દાન : ચણા-ગોળનું દાન કરવું.