ડભોઇની વેગા ચોકડી પાસે કન્ટેનર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત
ડભોઇના સ્થાનિકને નડ્યો અકસ્માત
વેગ ચોકડી ખાતે સર્જાયો અકસ્માત
સદનસીબે જાનહાની ટળી
વ્હિલના ફૂર્ચે ફુરચા ઉડ્યા
ખાડા ના રહેતી હટાવે એવી માંગ
ડભોઇ વેગ ચોકડી ખાતે કન્ટેનર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત સદનસીબે જાનહાની ટળી હતી.
વડોદરા થી ડભોઇ આવતા ડભોઇના સ્થાનિકને નડ્યો અકસ્માત. જેમાં ડભોઇના બાઈક સવાર યુવક યુવતી વેગા ચોકડી ખાતે કોઈ કારણસર ઉભા હતા તે દરમિયાન બોડેલી તરફથી આવતા કન્ટેનરે ડભોઇ તરફ ટન લેતા ઊભેલી બાઈકને અડફેટે લીધી હતી. સદનસીબે સમયસર બાઈક સવાર યુવક યુવતી બાઈક છોડી હટી જતા મોટી જાનહાની થતા ટળી હતી. જ્યારે અકસ્માતમાં કન્ટેનરના ટાયરો વચ્ચે બાઈક દબાઈ જતા બાઈકના આગળના વ્હિલના ફૂર્ચે ફુરચા ઉડ્યા હતા.
.
જ્યારે અકસ્માત કરી નાસી છૂટેલ કન્ટેનર ચાલકને હાજર લોકોએ પીછો કરી પકડી પાડેલ હતો સાથે આગળની કાર્યવાહી શું થઈ તે માલૂમ થવા પામ્યું ન હતું. છેલ્લા ચાર દિવસમાં અકસ્માતોની વંજાર થઈ રહ્યું છે ડભોઇ છેલ્લા ત્રણ દિવસમાં 10 ઉપરાંત અકસ્માતો થઈ ચૂક્યા છે રોડ પાસે આવેલી રેતી ને આગળ પાછળ જો સાફ-સફાઈ કરવામાં આવે તો અકસ્માત ઓછા થઈ શકે છે ને ઠેર ઠેર જગ્યાએ ખાડા પડેલા હોય રોડ પર જેને લઈને વધારે અકસ્માતો જોવા મળી રહ્યા છે પીડબલ્યુના અધિકારીઓ વહેલી તકે ખાડા ના રહેતી હટાવે એવી લોક માંગ અથવા પામી છે.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ