Satya Tv News

મણિપુરના ગવર્નર દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘સમજાવટ અને ચેતવણી છતાં પણ જો સ્થિતિ કાબૂમાં નહીં આવે તો જોતાં જ ગોળી મારવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

  • મણિપુરના 16માંથી 8 જિલ્લામાં કર્ફ્યુ છે
  • સ્થિતિ કાબૂમાં નહીં આવે તો જોતાં જ ગોળી મારવાની કાર્યવાહી થશે 
  • આર્મીએ લોકોને નકલી વીડિયોથી સાવધાન રહેવા કહ્યું

મણિપુરના અમુક હિસ્સાઓમાં ફાટી નીકળેલી હિંસાના પગલે, ભારતીય સેનાએ કહ્યું છે કે મોરેહ અને કાંગપોકપી વિસ્તારોમાં પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે સાથે જ ઇમ્ફાલ અને ચુરાચંદપુર વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મણિપુરમાં વધારાના જવાનોની સાવચેતીભરી તૈયારીઓ ચાલી રહી છે અને નાગાલેન્ડના વધારાના સૈનિકોને પણ મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફરીથી તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ મણિપુરના 16માંથી 8 જિલ્લામાં કર્ફ્યુ છે અને સરકારે સુરક્ષા દળોને તોફાનીઓને જોતા જ ગોળીબાર કરવાનો આદેશ જારી કર્યો છે. 

નોંધનીય છે કે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પગલે ઉત્તરપૂર્વ ફ્રન્ટિયર રેલ્વેએ હાલ માટે મણિપુર જતી તમામ ટ્રેનોને અટકાવી દીધી છે. NF રેલ્વેના CPRO સબ્યસાચી ડેએ આ વિશે વાત કરતાં કહ્યું કે, ‘જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી કોઈ ટ્રેન મણિપુરમાં નહીં પ્રવેશે.’ જણાવી દઈએ કે મણિપુર સરકાર દ્વારા ટ્રેનની અવરજવર રોકવાની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મણિપુરના ગવર્નર દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘સમજાવટ અને ચેતવણી છતાં પણ જો સ્થિતિ કાબૂમાં નહીં આવે તો જોતાં જ ગોળી મારવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. 

ભારતીય સેનાએ કહ્યું, ‘આ ઉપરાંત, ભારતીય વાયુસેના આજે રાત્રે ગુવાહાટી અને તેજપુરથી વધારાના સૈનિકોને મણિપુર પહોંચાડવા માટે ફ્લાઈટ્સનું સંચાલન કરશે. અનુસૂચિત જનજાતિ શ્રેણીમાં મેઇતેઇ સમુદાયના સમાવેશના વિરોધમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન (એટીએસયુ) મણિપુર દ્વારા આયોજિત રેલી દરમિયાન 3 મેના રોજ હિંસા ફાટી નીકળ્યા બાદ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સેના અને અર્ધલશ્કરી દળોને મણિપુરમાં તૈનાત કરવામાં આવ્યા છે. માટે કૂચ કરવામાં આવી રહી છે

આ દરમિયાન આદિવાસી જૂથોએ કેટલાક જિલ્લાઓમાં રેલીઓ કાઢ્યા પછી મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાના ભંગાણને પગલે, ભારતીય સેનાએ નાગરિકોને માત્ર સત્તાવાર અને ચકાસેલા સ્ત્રોતો દ્વારા સામગ્રી પર વિશ્વાસ રાખવા વિનંતી કરી. આ સાથે જ સેનાએ લોકોને નકલી વીડિયોથી સાવધાન રહેવા જણાવ્યું છે. 

error: