Satya Tv News

કેદારનાથ ધામ માટે નોંધણી 8 મે સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ માહિતી ઉત્તરાખંડ સરકાર દ્વારા આપવામાં આવી છે. 4 મે સુધી 1.23 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.

ત્તરાખંડ સરકારે માહિતી આપી છે કે કેદારઘાટીમાં આગામી 3 થી 4 દિવસ સુધી ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ માટે રજીસ્ટ્રેસન 8 મે સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 4 મે સુધી 1.23 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.

કેદારનાથ ધામની મુલાકાત માટે રજીસ્ટ્રેસન પર 8 મે સુધી પ્રતિબંધ રહેશે. પર્યટન વિભાગના રેકોર્ડ મુજબ, 10 મે સુધી, 1.26 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લેવા માટે રજીસ્ટ્રેસન કરાવ્યું છે. એક મહિનાથી ઓછા સમયમાં, અત્યાર સુધીમાં 1.23 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી છે. 10 મે પછીના સ્લોટ માટે નોંધણી શરૂ થતાંની સાથે જ ભક્તો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વાસ્તવમાં, હવામાન વારંવાર ખરાબ થઈ રહ્યું છે, જેના કારણે ટ્રાવેલ રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે.

જ્યારથી કેદારનાથ ધામની યાત્રા શરૂ થઈ છે ત્યારથી હવામાન સતત ખરાબ થઈ રહ્યું છે. કેદારનાથ ધામમાં સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. ખરાબ હવામાનને કારણે કેદારનાથ ધામની યાત્રા અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી, ત્યારબાદ તેને ફરી શરૂ કરવામાં આવી છે. હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી કેદારનાથ ધામમાં હવામાન ખરાબ રહી શકે છે. જો કે, ચાર ધામ યાત્રા પર જતા ભક્તો બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની મુલાકાત માટે સરળતાથી નોંધણી કરાવી શકે છે.

આ વર્ષે કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે ખોલવામાં આવ્યા હતા. ત્યારથી સતત કેદારનાથ ધામની યાત્રાએ જતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પહેલીવાર છે જ્યારે ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે નોંધણી વિના કોઈ પણ ભક્ત ચાર ધામની મુલાકાત લઈ શકશે નહીં. આ વર્ષે ચારધામ યાત્રામાં ભક્તોનો ક્વોટા પણ ખતમ કરી દેવામાં આવ્યો છે, ત્યારબાદ નોંધણી ઝડપથી વધી રહી છે. આ વખતે ભક્તો ટોકન સિસ્ટમ દ્વારા કેદારનાથ ધામની યાત્રા કરી રહ્યા છે.

error: