Satya Tv News

ભગવાન ગણેશની પૂજા માટે સંકટ ચતુર્થીની તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જે પણ ભક્ત ભગવાન ગણેશની વિધિ-વિધાનથી પૂજા કરે છે. ગણપતિ આંખના પલકારામાં તેના તમામ દુ:ખ અને દર્દ દૂર કરી દે છે.

  • આજે સંકટચોથનો પાવન અવસર
  • ગણેશજીને રિઝવવા માટેનો ખાસ દિવસ
  • ગણેશની વિધિવત પૂજા કરવાથી થાય છે શુભ ફળ પ્રાપ્ત

 પંચાંગ અનુસાર દર મહિનાની કૃષ્ણ અને શુક્લપક્ષની ચતુર્થી તિથિ સંકટ ચતુર્થીનો ઉપવાસ રાખવામાં આવે છે. આ વખતે આ તારીખ 08 મે 2023, સોમવારના રોજ આવી રહી છે. આ દિવસે ઉપવાસ રાખવાથી અને ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો તમારા કામમાં કોઈ પ્રકારની અડચણ આવે તો તે પણ ગણપતિની કૃપાથી દૂર થઈ જાય છે. આ શુભ તિથિએ ગજાનનની પૂજા કરવાથી સાધકને માત્ર ઐશ્વર્ય જ નહીં પરંતુ સુખ અને ધનની પણ પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ સંકટ ચતુર્થીની પૂજાના શુભ સમય અને ધાર્મિક મહત્વ વિશે.

ગણપતિની ઉપાસનાનું શુભ પરિણામ આપનાર એકદંત સંકટ ચતુર્થી આ વર્ષે 08 મે 2023 ના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 08 મે 2023 ના રોજ સાંજે 06:18 થી શરૂ થશે અને 09 મે 2023 ને સાંજે 04:08 સુધી રહેશે. પંચાંગ અનુસાર એકદંત સંકટ ચતુર્થીના દિવસે ચંદ્ર 10:04 મિનિટે દેખાશે.

એકદંત સંકટ ચતુર્થીનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે આ દિવસે વ્રત રાખવાનો પણ નિયમ છે. એકદંત સંકટ ચતુર્થીના ઉપવાસ કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.જો તમે સંતાન પ્રાપ્તિનું સુખ માણવા માંગતા હોવ તો પણ આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરો.

આ દિવસે હૃદય અને મનથી શુદ્ધ બનીને ગણપતિની પૂજા શરૂ કરવી જોઈએ. પૂજા શરૂ કરતા પહેલા પૂજા સ્થળ અને તમારા મંદિરને સારી રીતે સાફ કરો. ત્યાર બાદ જ પૂજા શરૂ કરો. સૌ પ્રથમ હાથમાં જળ લઈને ઉપવાસની પ્રતિજ્ઞા લો. આ પછી ભગવાન ગણેશની મૂર્તિ અથવા પોસ્ટર પર હળદરનું તિલક લગાવો અને તેના પર ફૂલ અને માળા ચઢાવો. જો શક્ય હોય તો પૂજા સમયે ઘીનો દીવો કરવો. છેલ્લે વ્રત કથા વાંચો અને ભગવાન ગણેશની આરતી કરો.

error: