Satya Tv News

May 8, 2023 #BHARUCH, #GUJRAT

ભરૂચ તાલુકાના ખેડૂતોએ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ભરૂચ ક્લેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી

ભરૂચમાં વળતરના મામલે ખેડૂતોમાં રોષ
ક્લેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી
વળતરને ને.હા.ઓથોરિટીએ કોર્ટમાં પડકાર્યુ
સરકારે અમારી સાથે કર્યો અન્યાય
માંગણી ન સંતોષાયતો આંદોલન ઉગ્ર થશે

ભરૂચમાં 3 તાલુકાના ખેડૂતોએ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ જયેશ નાથુ પટેલ, કૌશિક ભીખા પટેલ મહામંત્રી સહિતના પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં ભરૂચ ક્લેકટરને આજરોજ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી

YouTube player

વડોદરાથી મુંબઇ વચ્ચે એક્સપ્રેસ હાઈવે માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ જમીનો સંપાદિત કરી છે પણ વળતરના મામલે હવે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહયો છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને જમીનોની મોં માગી કિમંત આપવામાં આવી છે જ્યારે ભરૂચ જિલ્લાના ખેડૂતોને મામુલી કિમંતો આપવામાં આવી છે.ભરૂચ ક્લેક્ટરે ખેડૂતો માટે જાહેર કરેલાં વળતરને પણ નેશનલ હાઇવે ઓથોરિટીએ કોર્ટમાં પડકારી દીધું છે.બીજી તરફ હાંસોટ તાલુકામાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવતાં ખેડૂતો લાલઘૂમ થઇ ઉઠ્યાં છે.જમીનના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ સાથે 3 તાલુકાના ખેડૂતોએ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ જયેશ નાથુ પટેલ, કૌશિક ભીખા પટેલ મહામંત્રી સહિતના પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં ભરૂચ ક્લેકટરને આજરોજ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે અમારી વળતર માટેની લડાઈ ચાલુ જ છે. સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે તેથી અમે લડત ચલાવી રહયાં છીએ.આવનાર સમય માં જો આમરી માંગણી નહીં સંતોષાય તો આંદોલન હજુ ઉગ્ર થશે..

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: