Satya Tv News

May 8, 2023 #GUJRAT, #NAVSARI

નવસારી ન.પા.ના શાકભાજી માર્કેટ ખાતે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીનનું લોકાર્પણ કરાયું

નવસારીમાં વેસ્ટ કન્વર્ટર મશીનનું લોકાર્પણ
ન.પા.ના શાકભાજી માર્કેટ ખાતે લોકાર્પણ
૧૯ લાખ રૂપિયાના ખર્ચે મુકાયા મશીન
મશીન દ્વારા ૨૫% જેટલું ખાતર બનાવ્યું
ખેડૂતોને વ્યાજબી કિંમત લઈને અપાશે

નવસારી સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિજલપુર નગરપાલિકાના શાકભાજી માર્કેટ ખાતે આજરોજ ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

YouTube player

સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નવસારી વિજલપુર નગરપાલિકા ના શાકભાજી માર્કેટ ખાતે આજરોજ ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન નું લોકાર્પણ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ પાલિકા પ્રમુખ જીગ્નેશ શાહ અને નવસારી વિજલપુર નગરપાલિકાના સભ્યોની હાજરીમાં ધારાસભ્ય રાકેશની હસ્તે કરવામાં આવ્યું .૧૯ લાખ રૂપિયાના ખર્ચે મુકવામાં આવેલા આ મશીન દ્વારા નવસારી શહેરના શાકભાજીના તેમજ અન્ય ઓર્ગેનિક કચરાનું ખાતર બનાવવાનું કામ કરવામાં આવશે. આ મશીન દ્વારા એક ટન કચરામાંથી આશરે ૨૫ ટકા જેટલું ખાતર બનાવી શકાય છે આ ખાતરનો ઉપયોગ નવસારી શહેરમાં આવેલા બાગ બગીચાઓમાં કરવામાં આવશે તેમજ બાકી બચેલું ખાતર નવસારી તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતોને વ્યાજબી કિંમત લઈ અને આપવામાં આવશે.

વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન સૈયદ સાથે સત્યા ટીવી નવસારી

error: