વાલિયા:જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો,પ્રશ્ને અંગે રજૂઆત કરાઈ
વાલિયા પોલીસ મથક ખાતે લોક દરબાર યોજાયો
ડો.લીના પાટીલની હાજરીમાં લોક દરબાર યોજાયો
પ્રશ્ને અંગે તાલુકાના લોકોએ રજૂઆત કરાઈ
પોલીસને મદદ રૂપ થવાની કરી અપીલ
વાલિયા પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો
વાલિયા પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં તાલુકામાં વિવિધ અસામાજિક પ્રવૃત્તિ ડામવા સહિતના પ્રશ્ને પડી રહેલ અગવડ અંગે તાલુકાના લોકોએ રજૂઆત કરાઈ હતી .જયારે જીલ્લા પોલીસ વડાએ પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધની સમજ પૂરી પાડી હતી અને પ્રજાને કોઈપણ જાતની સમસ્યા કે તકલીફ હોય તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા સાથે વધુ જરૂર જણાય તો ભરૂચ જીલ્લા પોલીસ વડાની કચેરીનો સંપર્ક કરવો અને પોલીસને મદદ રૂપ થવાની અપીલ પણ કરી હતી.આ લોક દરબારમાં વિભાગીય પોલીસ વડા આર.આર.સરવૈયાજી, વાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.ચુડાસમા અને પોલીસ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા