ભરૂચ ઝાડેશ્વર ટોલ નાકા નજીક કન્ટેનરમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
ભરૂચ ઝાડેશ્વરના ટોલ નાકા કન્ટેનરમાં આગ
કન્ટેનરમાં લાગી ભીષણ આગ
પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી
સદ નસીબે કોઈ જાનહાનિ નહીં
આગના પગલે હાઇવે પર ટ્રાફિક જામ
ઉપસ્થિત લોકોએ રાહતનૉ લીધો શ્વાશ
ભરૂચના ઝાડેશ્વરથી અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે 48 ઉપર આજે સવારના સુમારે કન્ટેનરમાં એકા એક આગ ભભુકી ઉઠતા ભારે નાશભાગ મચી જવા પામી હતી.
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં પણ સતત વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે, ભરૂચ જિલ્લામાં પણ ચાલુ વર્ષે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ક્યાંક મકાનમાં આગ તો ક્યાંક ઉધોગો અને ગોડાઉનોમાં આગ લાગી હતી, તો કેટલાક બનાવો વાહનો સળગી ઉઠ્યાના પણ બન્યા હતા,
ભરૂચ ઝાડેશ્વર ટોલ નાકા નજીક કન્ટેનરમાં લાગી ભીષણ આગ લગતા નાશભાગ મચી ગયી હતી.જોત જોતામાં ધુમાડાના ગોટેગોટા નજરે પડતા ઉપસ્થિત લોકો એ મામલે અંકલેશ્વર ફાયર વિભાગ માં જાણ કરી હતી, જે બાદ ફાયરના લશ્કરો એ લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગ ની ચપેટ માં રહેલા કન્ટેનર ઉપર પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી,અચાનક કન્ટેનર માં લાગેલ આગ ના પગલે એક સમયે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે ગણતરીના સમય માં આગ કાબુમાં આવી જતા માર્ગ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, આગ ની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહત નૉ શ્વાશ લીધો હતો.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ