Satya Tv News

May 11, 2023 #BHARUCH, #GUJRAT

ભરૂચ:દહેજમાં પગાર બાબતે બે પર પ્રાંતીય કામદારો વચ્ચે ઝગડો,એક નું મોત,એક ફરાર

ભરૂચ દહેજમાં પગાર બાબતે બે કામદારોમાં ઝગડો
એક કામદારનું મોત અને એક ફરાર
લોખંડ નો સળિયા થી મારમાર્યો
સારવાર અર્થે ખસેડતા મૂર્ત જાહેર કર્યો
દહેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી

દહેજ ની રુચિ પેટ્રો પ્લાસ્ટ કંપની લેબર કોલોની માં રહેતા બે પર પ્રાંતીય કામદારો વચ્ચે પગાર બાબતે ઝગડો થતાં એક કામદારે બીજા કામદાર ને લોખંડ નો સળિયો મોઢા પર મારી દેતા તેનું મૃત્યુ થયું હતું .

દહેજની રુચિ પેટ્રો પ્લાસ્ટ કંપનીના કમ્પાઉન્ડ માં આવેલ લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશ ના લાલબહાદુર કદીર ગૌતમ અને ઉત્તરપ્રદેશ ના અવધેશ ડોબાર ગૌતમ વચ્ચે પગાર બાબતે બોલાચાલી થઈ હતી.બન્ને વચ્ચે ગાળા ગાળી બાદ ઝગડા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઉશ્કેરાયેલા લાલબહાદુર કદીર ગૌતમ લોખંડના સળીયા વડે અવધેશ ડોબાર ગૌતમ પર તૂટી પડી કપાળના આગળના ભાગે, ડાબી આંખ પર તથા નાક પર તથા ડાબા ગાલ તેમજ મોઢા ના ભાગે લોખંડ નો સળિયા થી મારતા ગંભીર ઇજા થતા અવધેશ લોહી લુહાણ થઈ ગયો જતાં લાલબહાદુર કદીર ગૌતમ ફરાર થઈ ગયો હતો.આ બાબતે સુપર વાઈઝર હાર્દિક ને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્ત અવધેશ ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા આ બાબતે દહેજ પોલીસ ને જાણ કરી હતી.દહેજ પોલીસ નો સ્ટાફે દોડી જઇ મૃત દેહ નો કબજો લઈ ભરૃચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. માટે લાવી હત્યા અંગે નો ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી.એફ.એસ.એલ.ની મદદ લેવા સાથે ફરાર આરોપી લાલબહાદુર કદીર ગૌતમ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: