Satya Tv News

ભરૂચમાં ખેડૂત આગેવાનોને નજર કેદ કર્યા
કામ શરૂ કરાતા ખેડૂતોએ પિત્તો ગુમાવ્યો
કામગીરીનો વિરોધ નોંધાવવા રજૂઆત
કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા કુચ કરી
કચેરીએ કાર્યકમ આપીશું તેવી ચીમકી ઉચ્ચારી

ભરૂચમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાનોને નજર કેદ કરી પોલીસ પેહરા વચ્ચે શરૂ કરાયેલી કામગીરી સામે ખેડૂતો હવે ભડકી ઊઠ્યાં છે અને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

YouTube player

ભરૂચના હાંસોટ તાલુકાના ઉંટીયાદરા ગામે 4 મે થી પોલીસ બંદોબસ્ત અને આગેવાનોને નજર કેદ વચ્ચે કામગીરી શરૂ કરાયા બાદ આજે બુધવારે અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામે પણ પોલીસ કાફલા સાથે કામ શરૂ કરાતા ખેડૂતોએ પિત્તો ગુમાવ્યો છે.ભરૂચ જિલ્લા ભાજપ કિસાન સેલના અગ્રણી નિપુલ પટેલે જિલ્લા કલેકટર સાહેબ શું સુપ્રીમો થઈ ગયા છે તેવી ભડાસ કાઢી છે. અસરગ્રસ્ત ખેડૂતોએ ઉંતિયાદરા બાદ જુના દિવા ગામે ભેગા થયા હતા. જ્યાંથી જબરાજસ્તીની કામગીરીનો વિરોધ નોંધાવવા ભરૂચ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા કુચ કરી હતી અને કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા જ્યાં ભારે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું॰આગ બાબુલા થયેલા ખેડૂતોએ વધુ બળાપો કાઢ્યો હતો કે, રાજ્ય સરકારે ખેડૂતોના માથા પરથી હાથ ઉઠાવી લીધા હોય એમ લાગી રહ્યું છે.જે ખેડૂતો માટે આઘાતજનક છે. હવે અમે દર સોમવારે કલેકટર કચેરી એ કાર્યકમ આપીશું તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: