Satya Tv News

સુરત ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું
ખેડૂતોએ અધિકારીઓ પણ રોષ વ્યક્ત કર્યો
ખેડૂતોના દુઃખની જાણ નથી તેવા આક્ષેપો
તાલુકામાં ૩૩% થી વધુ વરસાદ પડ્યો

સુરત જિલ્લામાં છાશવારે વરસી રહેલા કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે,માંગરોળ તાલુકાને નુકશાનીનું વળતર આપવામાં બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો

YouTube player

ગુજરાત મા વાતાવારણ આવેલ ફેરફાર ને કારણે સુરત જિલ્લા મા કમોસમી વરસાદ એ માઝા મુકતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાવો વારો આવ્યો છે ત્યારે ગુજરાત મા આ અંગે અનેક તાલુકાઓમા ભારે નુકસાનીના પગલે ખેડૂતોને વળતર આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાને નુકસાની નું વળતર આપવામાં બાકાત રાખવામાં આવ્યા છે ત્યારે ખેડૂતો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે,માંગરોળ તાલુકાને બાકાત રાખવામાં આવતા ખેડૂતોએ અધિકારીઓ પણ રોષ વ્યક્ત કર્યો હતો અને સરકારી અધિકારીઓ એસીમાં બેસીને વાતો કરે છે જેથી તેમને ખેડૂતોના દુઃખની જાણ નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા

સુરત જિલ્લામાં માંડવી અને ઉમરપાડા તાલુકામાં નુકશાનીનું વળતર આપવાનું નક્કી થયું છે,કારણ કે આ બંને તાલુકામાં ૩૩% થી વધુ વરસાદ પડ્યો છે,જ્યારે માંગરોળ તાલુકામા ખાસ નુકશાન નથી,કમોસમી વરસાદ દરમિયાન જ સ્ટાફને સૂચના આપવામાં આવી હતી,નુકશાની અંગે કોઈ અરજી પણ મળી નથી,અને 33% થી વધુ વરસાદ માંગરોળ તાલુકામાં જણાયેલ નથી જેથી માંગરોળ તાલુકાનો સમાવેશ વળતર ચૂકવવામાં પસંદ કરવામાં આવેલ નથી

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: