Satya Tv News

મૈને ગાંધી કો નહિ મારા ફિલ્મ તથા સ્પિલ્ટ વીલા ટીવી શોમાં કામ કર્યું હતું

33 વર્ષીય આદિત્યસિંહ અંધેરીમાં ફલેટના બાથરુમમાં મૃત હાલતમાં મળ્યોઃ મોડલ ઉપરાંત કાસ્ટિગં ડાયરેક્ટર તરીકે પણ કામ કરતો હતો

બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ ૨૦૨૦માં  ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો તે ઘટનાની યાદ અપાવે તેવા વધુ એક બનાવમાં  એકટર, મોડેલ અને કાસ્ટિંગ ડિરેકટર આદિત્ય સિંહનો મૃતદેહ પણ તેના ઘરના બાથરુમમાં મળી આવ્યો હતો. તેનાં મોતના કારણ અંગે અનેક શંકાઓ સેવાઈ રહી છે.  

ડ્રગ્સના ઓવરડોઝથી આ અભિનેતાનું મૃત્યુ થયું હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. પોલીસે મામલાની નોંધ લઈ દરેક શક્યતાને ધ્યાનમાં રાખીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.કેટલાક અહેવાલો  અનુસાર તેણે ગઈ કાલે મોડી રાત સુધી કોઈ પાર્ટીમાં હાજરી પણ આપી હતી. 

આદિત્ય  અંધેરી  વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ૧૧મા માળે રહેતો હતો. કેટલાક અહેવાલો અનુસાર તેના એક મિત્રએ તેને બાથરુમમાં નીચે પડેલી હાલતમાં જોયો હતો. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર સૌ પહેલાં તેના ઘરનોકરે તેને બાથરુમમાં નીચે પડેલી હાલતમાં જોયો હતો.  પછી મિત્ર અને બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડની મદદથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે આદિત્યના મિત્ર, સિક્યુરિટી ગાર્ડ અને અન્યની પૂછપરછ કરી હતી.

આ કેસમાં ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાયને ડ્રગ્સ ઓવરડોઝની આંશંકાઓ વિશે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો હતો કે ‘ના, હજુ સુધી આ બાબતે કોઈ પુષ્ટિ મળી નથી. અમને અત્યાર સુધી જે પણ માહિતી મળી છે તે એ છે કે આદિત્ય સિંહની ઉંમર ૩૩ વર્ષની આસપાસ હતી. તે બાથરૃમમાં પડેલો જોવા મળ્યો હતો.તેના નોકરે તેને ફલોર પર પડેલી હાલતમાં જોતાં સિક્યુરીટી ગાર્ડને જાણ કરી હતી. બાદમાં તેણે અને સિક્યુરિટી ગાર્ડે તેને પલંગ પર રાખ્યો હતો. ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જોકે, હોસ્ટિપલમાં પહોંચતાં પહેલાં જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું તબીબોએ જણાવ્યુ ંહતું. 

ડ્રગ્સ ઓવરડોઝ વિશે હાલમાં ચોક્કસપણે કંઈ પણ કહી શકાય નહીં. નોકર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આદિત્યની થોડા દિવસોથી શરદી અને ખાંસી હતી. આ કેસમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અભિનેતા લઘુશંકા માટે ગયો હતો. ત્યારે તે બાથરૃમમાં પડી ગયો હતો. તેના કાનની ડાબી બાજુએ થોડો સોજો હતો. તે પડી ગયો હશે ત્યારે કદાચ ઈજા થઈ હશે, એમ ડીસીપી કૃષ્ણકાંતે વધુમાં કહ્યું હતું.

મૂળ દિલ્હીના આદિત્યસિંહે ૧૭ વર્ષની ઉંમરે કરિયરની શરૃઆત કરી હતી. આદિત્યના પરિવારમાં માતા, પિતા, મોટી બેનનો સમાવેશ છે. સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી અભિનેતાએ ઘણી પરીક્ષાઓ આપી હતી. છેવટે તેણે મુંબઈ આવીને પોતાની કારકિર્દી બનાવી હતી. મોડેલિંગ ઉપરાંત તેણે લગભગ ૩૦૦ જેટલી જાહેરખબરમાં કામ કર્યું હતું. આ સિવાય ક્રાંતિવીર અને મૈંને ગાંધી કો નહીં મારા જેવી ફિલ્મો પણ કરી હતી. તે ટીવી રિયાલિટી શો સ્પિલટ્સ વિલામાં પણ જોવા મળ્યો હતો. આદિત્યએ વેબ સિરીઝ ‘ગંદી બાત’માં પણ અભિનય કર્યો હતો.

ઘણા સમયથી તે એક પ્રોડકશન હાઉસ સાથે જોડાયેલો હતો. તે કાસ્ટિંગ ડીરેકટર તરીકે કામ કરતો હતો. મુંબઈમાં ગ્લેમર સર્કિટમાં આદિત્યની ખાસ ઓળખ હતી. ઘણીવાર તે પાર્ટીઓ અને પેજ થ્રી ઈવેન્ટ્સમાં જોવા મળતો હતો.

error: