અંકલેશ્વર LCBએ ભંગારનો જથ્થો ઝડપી પાડ્યો
ભંગારના જથ્થા સહીત ઇસમોની કરી ધરપકડ
2.63 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના ખરોડ ગામ પાસે હાઇવે ઉપર આવેલ દયાવાન ઢાબાની બાજુમાં 1735 કિલો શંકાસ્પદ કોપર સહિતના ભંગારના જથ્થા સાથે ત્રણ ઇસમોને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા હતા
વડોદરા રેન્જ આઈજી અને ભરૂચ જીલ્લાના પોલીસ વડા ડો.લીના પાટીલએ ભરૂચ જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગના અંકલેશ્વર તાલુકામાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ખરોડ ગામ પાસે નેશનલ હાઇવે ઉપર આવેલ દયાવાન ઢાબાની બાજુમાં ખુલ્લી જગ્યામાં લોખંડના સળીયા અને કોપરનો શંકાસ્પદ મુદ્દામાલ સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કોપર, નટ બોલ્ટ, લોખંડના સળીયા, એસ.એસ. એન્ગલ સહિત ૧૭૩૫ કિલો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ૬૩ હજારથી વધુનો ભંગાર અને બે લાખની બોલેરો પીકઅપ ગાડી નંબર-જી.જે.16.એ.વી.2320 મળી કુલ 2.63 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દયાવાન ઢાબાની બાજુમાં ઓરડીમાં રહેતો અનિરુધ્ધ સુરેન્દ્ર વિશ્વકર્મા,ભોલેસીંગ ધૃવરાજસીંગ સીંગ અને જટાશંકર મહાદેવ તિવારીને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર