Satya Tv News

ગાંધીનગર દ્રારા SSC બોર્ડનું પરિણામ પ્રસિદ્ધ
છ વિદ્યાર્થીઓએ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ
ગુજરાતી માધ્યમનું પરિણામ ૮૧.૦૩% આવ્યું
અંગેજી માધ્યમ ૯૧.૪૨% પરિણામ આવ્યું
સૌ વિદ્યાર્થીમિત્રોને શુભેચ્છાઓ પાઠવી

ડભોઇ તાલુકાના મોટા હબીપુરા પાસે આવેલ નોબલ પબ્લિક સ્કુલ ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલ છે જેની શાળા પરીવારે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

YouTube player

ડભોઇ કેન્દ્ર ખાતે નોબલ પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦ ના પરિણામ માં ડંકો વગાડ્યો. ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્રારા એસ એસ સી બોર્ડ પરીક્ષા માર્ચ-૨૦૨૩નું ઓનલાઈન પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં ડભોઇ તાલુકાના મોટા હબીપુરા પાસે આવેલ નોબલ પબ્લિક સ્કુલ ગુજરાતી માધ્યમ માં ડભોઈ કેન્દ્ર માં પ્રથમ ક્રમાંકે માંગરોલા સીધ્ધેશ્વરી પુષ્પેન્દ્રસિંહ જેઓ એ ૯૯.૯૨ PR મેળવેલ છે. શાળામાં દ્વિતિય ક્રમાંકે પટેલ નેસ્વી સંજય ૯૯.૪૨ PR તૃતીય ક્રમાંકે પટેલ નેન્સી અલ્પેશ ૯૬.૪૩ PR ચોથા ક્રમાંકે બારીયા વનિતા વિપિન ૯૪.૪૧ PR પાંચમાં ક્રમાંકે લાડમન અલનિષા ઈરફાન ૯૪.૧૪ PR મેળવેલ છે.જેમાં ગુજરાતી માધ્યમ નું શાળાનુંપરિણામ ૮૧.૦૩% આવેલ છે અને અંગેજી માધ્યમ ૯૧.૪૨ % પરિણામ આવેલું છે.જેમાં A-1 બે અને A-2 માં છ વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કરેલ છે. પરીક્ષામાં સફળ થયેલ તમામ વિદ્યાર્થીઓ ને શાળાના પ્રમુખએ.એ માધવાણી અને શાળા પરીવાર તરફ થી સૌ વિદ્યાર્થી મિત્રોને ખુબ ખુબ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: