Satya Tv News

નવસારીમાં મુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન (૨)નું સમાપન
વલસાડ ની ટોપ ગન્સ ટીમ બની વિજેતા
વિજેતા ટોપ ગન્સને ₹10,000નું રોકડ ઇનામ
મુખ્ય મહેમાનના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કર્યા
મહેમાનોને આયોજક વતી આભાર વ્યક્ત કર્યો

વેસ્મા હાજીપુરા સ્પોર્ટ ક્રિકેટ ક્લબ આયોજિત એક દિવસીય ઇન્ટર વિલેજ મુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન (૨) નું સમાપન, ટોપ ગન્સ વલસાડ ની ટીમ વિજેતા થઈ તેમજ મિરઝા ઈલેવન અમીન રનર્સ અપ રહી,

YouTube player

હાજીપુરા સ્પોર્ટ્સ ક્રિકેટ ક્લબ આયોજિત એક દિવસીય ઇન્ટર વિલેજ મુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન (૨) ખૂબ સુંદર રીતે આયોજન સમાપ્ત થયું, જેમાં દક્ષિણ ગૂજરાત ની કુલ આઠ જેટલી નામાંકિત ટીમો એ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં અંતે મીરઝા ઈલેવન અમીન વાલોડ અને ટોપ ગન્સ વલસાડ ની ટીમ ફાઇનલ માં પ્રવેશી હતી જેમાં ટોપ ગન્સ વલસાડ ની ટીમ વિજેતા બની હતી, જેમા મેન ઓફ ધ મેચ તેમજ બેસ્ટ બોલર સાકીબ રબાડા , મેન ઓફ ધ સિરીઝ કાઝી વૈલુદ્દીન, બેસ્ટ બેટ્સમેન-ઝાહિદ ખાન, બેસ્ટ ફિલ્ડર – રિયાઝ ને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા, ટુર્નામેન્ટમાં રનર્સ અપ રહેલ મીરઝા ઈલેવન અમીન વાલોડ ને ટ્રોફી તેમજ રોકડ રકમ આપી સન્માનિત કર્યા હતાં, તેમજ વિજેતા ટોપ ગન્સ વલસાડ ને યોગેશ તરફથી ₹10,000 નું રોકડ ઇનામ તેમજ મુખ્ય મહેમાન બલેશ્વરના સુફિયાન સિકંદર ખાન પઠાણ ના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, ઉપસ્થિત તમામ મહેમાનો નો આયોજક વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી નવસારી

error: