Satya Tv News

દહેજની પેરોક્ષાઈડ લિમિટેડ કંપનીમાં લાગી આગ
આગની ઘટનામાં એક કામદારને ગંભીર ઈજા
ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા
ઘટના સ્થળે ફાયર ફાઈટરો દોડી આવ્યા
આગના પગલે કંપનીના લોકોના જીવ તાળવે ચોંટ્યા
સમગ્ર વિસ્તાર ફાયરબંબાઓના શાયરનથી ગુંજી ઉઠ્યો

YouTube player

દહેજની ઇન્ડીયન પેરોક્ષાઈડ લિમિટેડ કંપનીમાં ભયાનક આગ લાગતા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.જયારે કંપનીમાં લાગેલી આગને 10થી વધુ ફાયર બ્રિગેડ દ્વારા કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

દહેજની ઇન્ડિયન પેરોક્સાઇડ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગને 10થી વધુ ફાયર બ્રિગેડ દ્વારા કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. બોઇલર ફાટવાથી આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે.કંપનીમાં હાઇડ્રોજન પેરોકસાઇડની પ્રોસેસ થઇ રહી હતી તે દરમ્યાન આગ લાગી હતી.આસપાસના લોકોએ પોતાના મોબાઇલના કેમેરામાં આગના દ્રશ્યો કેદ કર્યા હતા. આગના પગલે નજીકમાં રહેલી ટેગ્રોસ નામની કંપનીની ચિંતાઓ વધી ગઇ હતી. આગના પગલે દહેજ ની અનેક મોટી કંપનીઓ ના ફાયર ટેન્ડર ઘટના સ્થળે પોહચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.બનાવની જાણ થતાં ડિ.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો તથા ફેકટરી ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પોહચી ગયા હતાં. આ આગની ઘટના માં એક કામદારને આંખ ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. આટલી મોટી આગમાં કોઈ જનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી દહેજ

error: