Satya Tv News

જંબુસરમાં શ્રી રામકથાનો પ્રારંભ કરાયો
રામેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં કર્યો
કથા પ્રારંભ કરી કળશયાત્રા પોથીયાત્રા યોજાઈ
યોજાયેલ કથામાં ગ્રામજનો હાજર રહ્યા 

જંબુસર તાલુકાનું સરદારપુરા ગામ જ્યાં હાલ ક્ષત્રિય અને રાઠોડ પરિવાર વસવાટ કરે છે. જ્યાં ગ્રામજનોના સહકારથી રામેશ્વર મહાદેવ પટાગ ગણમા રામકથા નો પ્રારંભ કરાયો કથા પ્રારંભ પ્રસંગે કળશ યાત્રા પોથીયાત્રા યોજાય હતી. વ્યાસપીઠ પરથી પાંચકડાના રામ મનોહર દાસ બાપુ કથાનું સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે

YouTube player

રામ કથા જીવવાનો માર્ગ બતાવે છે. મોટાઓનું સન્માન નાના પ્રત્યે ભાવપૂર્ણ જીવન મનુષ્ય જીવન એ શીખવાડે છે. આ મારું નથી આ તારું છે જો આ સમજી જવાય તો રામકથા નું મહત્વ સમજાશે. ભારત દેશની નારી ભગવાન પાસે કોઈપણ દિવસ પોતાના માટે માંગતી નથી. પોતાના પરિવાર માટે માગે છે. ભારતની નારી ધર્મ સાથે જોડાયેલી રહે છે માટે ધર્મ થકી ધર્મપત્ની કહેવામાં આવે છે. અને ભારત દેશમાં નારીનું સન્માન કરવામાં આવે છે. દરેક મનુષ્યનું કર્તવ્ય છે કે તમામને પ્રણામ કરવા જોઈએ, દરેક પાસે નતમાસ્તક થઈ જવાય તો જ ભક્તિભાવ પ્રગટે છે . મનુષ્ય જેટલી ઈચ્છાઓ વધારશે તેટલી તકલીફ વેતવી પડશે. કેમ વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું . આ સહિત કથાનું મહત્વ સમજાવ્યું હતું. સરદારપુરા ગામે યોજાયેલ કથામાં ગ્રામજનો હાજર રહ્યા હતા .

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: