તિલકવાડામાં આંગણવાડીનું ભૂમિ પૂજન કર્યું
વ્યાધર ગામમાં સ્માર્ટ આંગણવાડીનું ભૂમિ પૂજન
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં યોજાયા કાર્યક્રમ
બાળકો માટેની યોજનાઓ થકી અન્ય સુવિધાઓ
નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના પ્રવાસમાં વિદેશમંત્રી ડો.એસ. જયશંકરે તિલકવાડા તાલુકાના વ્યાધર ગામની મુલાકાત કરી સ્માર્ટ આંગણવાડીનું ભૂમિ પૂજન કર્યું હતું.
કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત આજથી બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે ત્યારે નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના પ્રવાસમાં વિદેશમંત્રી ડો.એસ. જયશંકરે તિલકવાડા તાલુકાના વ્યાધર ગામે પહોંચી સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સ્માર્ટ આંગણવાડીનું ભૂમિ પૂજન કર્યું હતું. સાથે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં તેઓ ની સાથે છોટાઉદેપુરના સાંસદ ગીતા રાઠવા, જિલ્લાના અગ્રણી ઘનશ્યામ પટેલ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા વ્યાધર ગામના સરપંચ ગૌરાંગ તડવી સહિત જિલ્લાના અન્ય અગ્રણી-આગેવાનો તેમજ ઉપસ્થિત રહ્યા હતા.આ ક્ષેત્રમાં તમારો અને મારો રુચિ ભાવ કેળવાય તેવા આશય સાથે નાગરિકોની ચિંતા થતા આ વિસ્તારમાં વિકાસ કાર્યો કરવાની તક મને સાંપડી છે. તેથી જ સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત આ વિસ્તારમાં લોકોનું જીવન ધોરણ સુધરે અને વિસ્તારની પ્રગતિ કરી શકાય તે માટે મેં નર્મદા જિલ્લાના ચોક્કસ ગામો દત્તક લીધા છે. જેના ભાગરૂપે આજે વ્યાધર ગામે બે સ્માર્ટ આંગણવાડીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. સાથે બાળકોમાં કુપોષણને દૂર કરવા માટેની યોજના મારફત તેમને પોષણક્ષમ આહાર મળી રહે અને હાલમાં ચાલી રહેલા આઝાદીના અમૃત કાળમાં દેશ વિકસિત બને તેવો હેતુ આ યોજનાનો રહેલો છે. આ વિસ્તારમાં બાળકો માટેની યોજનાઓ થકી અન્ય સુવિધાઓ પણ વધારવામાં આવશે.
વિડીયો જર્નાલિસ્ટ વસિમ મેમણ સાથે સત્યા ટીવી તિલકવાડા