શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક યુવતીને સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવવી ભારે પડી છે. સોશિયલ મીડિયા પર ચેટિંગ દરમિયાન એક સગીર યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જેની સાથે તે વાતચીત કરતી હતી અને બંન્ને ફરવા માટે ગયા હતા. જોકે, બાદમાં આ સગીર યુવકે યુવતી સાથે બીભત્સ માંગણી કરતા યુવતીએ તેની સાથે સંપર્ક તોડીને તેને બ્લોક કરી દીધો હતો. જે બાદ સગીરે તેના અન્ય મિત્રને નંબર આપતાં પરિવારને જાણ કરવાની ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું
પરંતુ હવસખોર આરોપીઓ યુવતીને વારંવાર હેરાન પરેશાન કરતા હતા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતાં હતાં. આ બંન્ને આરોપીઓની હેરાનગતિ વધી જતાં યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરી હતી. જેથી તેની માતાએ આ બાબતની જાણ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ નોંધીને બંન્ને આરોપીઓની ધરપકડ કરી છે.