Satya Tv News

ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી પર યાત્રિકોની કોઈ સુરક્ષા નહિ, કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ ?, હાલ ઉનાળુ વેકેશનમાં મોટી સંખ્યામા યાત્રીકો પહોચી રહ્યા છે દ્વારકા

  • ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટીને લઈ મોટા સમાચાર
  • પેસેન્જર જેટી પર યાત્રિકોની કોઈ સુરક્ષા નહિ
  • ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા
  • પેસેન્જર જેટીના પુલના પગથીયા પર મોટી સંખ્યામાં લોકોની ભીડ
  • પુલ પરની ભીડ એકઠી થતા પુલની ક્ષમતા અંગે પ્રશ્ન ઉભા થયા ?
  • ફેરીબોટમાં પેસેન્જર લાઇફ જેકેટ વગર જોવા મળ્યા

ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી તેમજ ફેરી બોટના વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં પેસેન્જર જેટી તેમજ ફેરી બોટ ઉપર હાલમાં યાત્રિકોની કોઈ સુરક્ષા નહિ હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા હોવાનું સામે આવ્યું છે. 

બેટ દ્વારકા-ઓખા પેસેન્જર જેટીને લઈ અગાઉ પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા હોવાનું દેખાઈ રહ્યો છે. આ સાથે પેસેન્જર જેટીનાં પુલના પગથિયાં પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. આવામાં જો કોઈ દુર્ઘટના થાય તો તેના જવાબદાર કોણ તેને લઈને પણ સવાલ ઊભા થયા છે. 

ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી તેમજ ફેરી બોટના વાયરલ વીડિયો થયેલ વિડીયોમાંમાં હાલમાં યાત્રિકોની કોઈ સુરક્ષા નહિ હોવાનું દેખાઈ રહ્યું છે. આ સાથે ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા હોવાથી પુલ પરની ભીડ એકઠી થતા પુલની ક્ષમતા અંગે પ્રશ્ન ઉભા થયા છે. આ સાથે ફેરીબોટમાં પેસેન્જર લાઇફ જેકેટ વગર જોવા મળ્યા હતા. 

ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી તેમજ ફેરી બોટનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. GMB અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સુવિધા નહી હોવાનું સામે આવતા જિલ્લાનું તંત્ર હજુ નિંદ્રાધીન જોવા મળ્યું છે. મહત્વનું છે કે, હાલ ઉનાળુ વેકેશન હોવાથી મોટી સંખ્યામા યાત્રીકો દ્વારકા પહોચી રહ્યા છે. 

error: