Satya Tv News

દહેજમાં મહિલા બુટલેગર અજાણ્યા લોકો અને પોલીસ ઉપર વોચ રાખવા CCTV કેમેરા ઘરે લગાવી પાનનો ગલ્લો ખોલી 10 હજારનો પગારદાર રાખી દારૂનો વેપલો કરતી હોવાનું SMCના દરોડામાં બહાર આવ્યું છે.

સ્ટેટ મોનીટરીંગ સેલે દહેજમાં દરોડો પાડ્યો હતો. સરસ્વતી ગરનાળા પાસે પાન-પડીકીના ગલ્લા પર રેઇડ દરમિયાન લિસ્ટેડ મહિલા બુટલેગરનો નોકર દારૂના 14 થેલા અને વાન સાથે પકડાઈ ગયો હતો.

નોકરને સાથે રાખી માકણીયા ફળિયામાં મહિલા બુટલેગરના ત્યાં છાપો મરાયો હતો. ઘરને તાળું હોય પોલીસે મુખ્ય સાથે રૂમના અન્ય બે તાળા તોડી ઘરમાંથી દારૂ બિયરની 173 બોટલો ઝડપી પાડી હતી. ઘરમાં વિડીયો રેકોર્ડર મળતા SMCનો સ્ટાફ ચોંકી ગયો હતો. મહિલા અજાણ્યા લોકો અને પોલીસ પર નજર રાખવા પોતાના બે માળના ઘરની આસપાસ CCTV કેમેરા લગાવ્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ વેચવા રાખેલ માણસ નયન ઉત્તમ પટેલની ધરપકડ કરી મહિલા બુટલેગર ભાવના સંજય પટેલ અને તેના દીકરા અરૂણ સહિત અન્યને વોન્ટેડ જાહેર કર્યા છે.

સાથે જ દારૂના 14 કોથળા, 173 બોટલો, મારૂતિ વાન, વિડીયો રેકોર્ડર, મોબાઈલ અને રોકડા મળી 85, 980નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

error: