Satya Tv News

ચાંદખેડામાં રહેતાં અને નિવૃત્ત જીવન જીવતા આધેડને મોબાઈલ ફોન પર આવેલા મેસેજ પર વિશ્વાસ કરી યુવતીઓ સાથે વાતચીત કરવાનું ભારે પડયું હતું. યુવતીઓએ આધેડને લલચામણી વાતો કરી જૂદી જૂદી ડેટીંગ સર્વિસ આપવાનું કહી રૂ.૧૭.૬૪ લાખ ઓનલાઈન જૂદા જૂદા બેંક ખાતામાં ભરાવ્યા હતા. આ રીતે પૈસા ભરાવ્યા બાદ આરોપીઓએ કોઈ સર્વિસ ના આપી આધેડ સાથે ઠગાઈ કરી હતી. સાયબર સેલએ સોમવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

ચાંદખેડામાં રહેતાં ૪૭ વર્ષીય આધેડના મોબાઈલ ફોન પર ગત તા.૩જી જાન્યુઆરીના રોજ ડેટીંગ એપના નામે મેસેજ આવ્યો હતો. જે મેસેજમાં યુવતીનો નંબર આપ્યો હોવાથી આધેડએ કોલ કર્યો હતો. ફોન પર સુમન નામની યુવતીએ હિન્દીમાં વાત કરી આધેડને જણાવ્યું કે, વેરીફીકેશન માટે તમારી પર કોલ આવશે. તે પછી દીશા નામની યુવતીએ ફોન કરીને પોતે રોયલ મેચ મેટ કંપનીમાંથી બોલતી હોવાનું રોયલ ડેટીંગ એન્ડ ચેટીંગ કંપનીનું મેનેજમેન્ટ કરતી હોવાની વાત કરી હતી. આ રીતે આધેડને લલચામણી વાતો કરી યુવતીએ વોટસએપ ચેટીંગ તેમજ કોલ શરૂ કર્યા હતા. આ યુવતીએ આધેડને ડેટીંગ એન્ડ ચેટીંગની જૂદી જૂદી સર્વિસ પુરી પાડવાની વાત કરી રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું હતું. આધેડએ સમતી આપતા યુવતીએ જૂદા જૂદા પાંચ જેટલા બેંક એકાઉન્ટમાં ૧૭,૬૪,૫૦૦ની રકમ  ઓનલાઈન ભરાવી હતી. આ રકમ ભરાવ્યા બાદ આરોપીઓએ કોઈ સર્વિસ ના આપતા આધેડએ સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. 

error: