Satya Tv News

ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રવિવારે આઈપીએલની ફાઈનલ મેચ વરસાદને બીજા દિવસે રમાવાનું નક્કી થયું હતું. જો કે, આ દરમિયાન સ્ટેડીયમમાં ભારે વરસાદ વચ્ચે પોલીસ જવાન અને મહિલા વચ્ચે તકરાર થયાનો વિડિયો વાઈરલ થયો હતો. આ વિડિયોમાં મહિલા પોલીસ જવાનને બે વાર ધક્કો મારતા જોવા મળી રહી હતી. બીજી તરફ પોલીસ જવાન પણ નશામાં હોવાની ચર્ચા ચાલી રહી છે. ચાંદખેડા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે ભાર વરસાદને પગલે ગુજરાત અને ચેન્નઈ વચ્ચેની આઈપીએલની ફાઈનલ મેચ સોમવારે રમાડવાનું નક્કી થયું હતું. આ દરમિયાનમાં સ્ટેડીયમમાં ચાલુ વરસાદ વચ્ચે પોલીસ જવાનને એક મહિલાએ બે વાર ધક્કો મારી નીચે પાડયો હતો. ગુસ્સે થયેલી મહિલાને જોઈને પોલીસ જવાન ઉભો થઈ ચુપચાપ ત્યાંથી નીકળી ગયો હતો. મહિલાને સ્ટેડીયમમાં બેઠેલા અન્ય પ્રેક્ષકો પણ સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. જો કે, આ ઘટનાનો વિડિયો વાઈરલ થતા ઉચ્ચસ્તરેથી તપાસના આદેશ છૂટયા હતા. ચાંદખેડા પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને વિડિયોમાં દેખાતી મહિલા અને પોલીસ જવાનની ઓળખ કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. બીજી તરફ લોકોમાં ચર્ચા છે કે, નશામાં ધૂત પોલીસ જવાને મહિલા સાથે કોઈ હરકત કરતા બનાવ બન્યો અને મહિલા ઉશ્કેરાઈ હતી. 

error: