Satya Tv News

મોટા વરાછામાં ચાર્જિંગમાં મુકેલી ઈ મોપેડમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, આગમાં બાઈક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.

મોટા વરાછાના એબીસી સર્કલ પાસે ભક્તિનંદન સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પરસોત્તમભાઈ વિરાણીએ એક વર્ષ અગાઉ યેશ્વા કંપનીની ઈ બાઈક ખરીદી હતી. રવિવારે મોડી રાત્રે તેમણે બાઈક ઘર નજીક દરવાજા પાસે ચાર્જિંગમાં મુકી હતી. દરમિયાન સોમવારે સવારે ઓવરહિટીંગના કારણે અચાનક બેટરીમાં શોર્ટસર્કિટ બાદ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. બેટરીમાં બ્લાસ્ટ થતા મકાનના દરવાજાને પણ નુકસાન થયું હતું. મોપેડમાં આગ લાગી હોવાની જાણ થતા રહીશો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવવાની સાથે ફાયરને જાણ કરી હતી. બાદ ફાયરે આવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.

Created with Snap
error: