સુરતમાં પોતાના જ ભાઈએ બહેનને બનાવી ગર્ભવતી
નવજાત બાળકીની હત્યા કરી જીવતી દફનાવી દીધી
સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસ મથકે ગુનો નોંધ્યો
ગુનો નોંધી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી
સુરત જિલ્લા માં વધુ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. પાપ છુપાવવા નવજાત બાળકીની હત્યા કરી દફનાવી દેવામા આવી. બે સંતાનના પિતાએ મામા ફોઈની યુવતીને ગર્ભવતી બનાવી. શુ છે સમગ્ર મામલો જુઓ આ વિશેષ રિપોર્ટ માં…
સુરત ના કડોદરા માં હેવાન પિતા દ્વારા પોતાની એક ની એક દીકરીને મતન કાપવાના છરા વડે ૨૦ વધુ ઘા ઝીંકી મોત ને ઘાટ ઉતારી દેવાની હૃદય કંપાવનારી ઘટનાની હજી સ્યાહી સુકાઈ નથી ત્યાં વધુ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. કામરેજના ઘલા ગામે રહી ખેમજૂરી કરતા મામા ફોઈના દીકરા અને દીકરીઆ અનૈતિક શારીરિક સંબંધ બાંધતા યુવતીએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં બંને પરિવારે પાપ છુપાવવા નવજાત બાળકીને જીવતી દાટી દઈ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર ઘટનાની જાણ યુવતીના ભાઈને થતા તેણે કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરતા કામરેજ પોલીસ ઘલા ગામે દોડી જઈ ગૌચરની જમીનમાં દાટેલી મૃત નવજાત બાળકીને બહાર કાઢી હતી. પરિવારમાં 20 વર્ષીય બહેન વર્ષાને 26 મી મે ના રોજ પેટમાં દુખાવો ઉપડતા તેને તડકેશ્વર ખાતેની શીફા હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવાય હતી. જ્યાં ડોકટરે સોનોગ્રાફી કરતા બહેન વર્ષાને નવેક માસનો ગર્ભ હોવાનું તારણ આવ્યું હતું. વર્ષાને તેના ભાઈ જયવંતે ગર્ભ ધારણ વિશે પૂછતાં તેણે ઘલા ગામમાં જ રહી ખેતમજૂરી કરતા ફુવાના છોકરા મુનેશ સાથે બાંધેલા શારીરિક સંબંધના કારણે ગર્ભ હોવાનું કહ્યું હતું.. બહેન વર્ષા ફુવાના દીકરા મુનેશ દ્વારા ગર્ભવતી બનતા જયવંતે તેમની ફોઈ ધનુને વાત કરતા તેઓ જયવંતના ઘરે ગયા. રાતના નવેક વાગ્યે વર્ષાને પેટમાં દુખાવો ઉપડતા ઘલા ગામના મધુ ઉર્ફે મધલી નામના દાયણ મારફતે પ્રસૂતિ કરાવતા વર્ષાને બાળકી અવતરી હતી.સમગ્ર ઘટના અંગે જયવંત કનુ બારૈયાએ કામરેજ પોલીસ મથકે ગુનો નોંધવતા કામરેજ પોલીસે ગુનામાં સામેલ કનુ કાબા બારૈયા, મુનેશ ઉર્ફે મુન્નો પ્રતાપ ગોહિલ, ધનુ પ્રતાપ ગોહીલ સામે ગુનો દાખલ કરી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત