Satya Tv News

આજે જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં હેલ્થ સેન્ટરના અંદાજ અંગે નિર્ણય કરાશે

સુરત પાલિકાના બજેટમાં હેલ્થ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. પાલિકા વિસ્તારમાં 50 બેડની હોસ્પિટલ સાથે અનેક જગ્યાએ હેલ્થ સેન્ટર બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાંદેર ઝોનમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે ચાર હેલ્થ સેન્ટર બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે. આજે મળનારી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં આ અંદાજ અંગે નિર્ણય કરાશે.

સુરત પાલિકાએ તમામ નવ ઝોનમાં 50 બેડની હોસ્પિટલ માટેની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત શહેરના લોકોને સારવાર તેમના ઘર નજીક મળી રહે તે માટે હેલ્થ સેન્ટરની સંખ્યામાં પણ વધારો કરી રહી છે. આ યોજના હેઠળ આવતીકાલે જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં રાંદેર ઝોનમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે ચાર હેલ્થ સેન્ટર બનાવવા માટેની દરખાસ્ત રજુ કરવામા આવી છે.

આ કામગીરી અંતર્ગત રાંદેર ઝોનમાં ટી.પી સ્કીમ નં 10 (પાલ) ફાઇનલ પ્લોટ નં 219 ખાતે રૂા.3.63 કરોડ, ટી.પી 45 (જહાંગીરપુરા-પીસાદ) ફાઇનલ પ્લોટ નં 110 ખાતે અર્બન હેલ્થ સેન્ટર બનાવવા રૂા.3.56 કરોડ, ટીપી 44 જહાંગીરાબાદ ફાઇનલ પ્લોટ નં 11 ખાતે રૂ.3.88 કરોડ અને ટી.પી 14 અડાજણ-રાંદેર ફાઇનલ પ્લોટ નં 113 ખાતે 3.82 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર બનાવવા આયોજન કરવામાં આવ્યું છે.

error: