
અમદાવાદમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે, ચોરે એક ઘરમાંથી 8 લાખથી વધુ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ સામે આવી છે. ખરેખમાં, રખિયાલ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાઇ છે.
ચોરીની ઘટના અમદાવાદના રખિયાલ વિસ્તારમાં નોંધાઇ છે, રખિયાલમાં મહાગુજરાત બેકરી પાસે પંડીતજીની ચાલીમાં એક ઘરમાં આ ચોરીની ઘટના ઘટી છે, અહીં જ્યારે પરિવાર બહાર ગયો હતો તે સમયે જ ચોરે ઘરનો દરવાજો તોડીને ઘરમાંથી 8 લાખ 55 હજાર રૂપિયાની ચોરી કરી હતી, એટલું જ નહીં ઘરમાંથી રોકડની સાથે સાથે દાગીના પણ ઉઠાવી ગયો હતો. ચોરી થઇ તે દરમિયાન ફરિયાદી ઘર બંધ કરીને પોતાના વતનમાં ગયેલા હતા, હાલમાં આ ઘટનાની ફરિયાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.