અમરેલી-રાજુલાના પટવા ગામની ખાડીમાં ડૂબેલા 4 યુવકોને બચાવવા ધારાસભ્ય

સોલંકીએ ડૂબકી લગાવી હતી. હીરા સોલંકી દરિયામાં યુવકની શોધખોળ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
- અમરેલીના દરિયામાં 4 યુવકો ડૂબ્યા
- રાજુલાના પટવા ગામે ન્હવા પડ્યા હતા યુવકો
- ધારાસભ્ય યુવકોને બચાવવા દરિયામાં કુદ્યા
અમરેલી-રાજુલાના પટવા ગામની ખાડીમાં 4 યુવાનો ડૂબી જતા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાના જીવની પરવાહ કર્યા વિના દરિયામાં ડૂબકી લગાવી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. દરિયામાં ડૂબી ગયેલા 4 યુવકો પૈકી 3 યુવકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એક યુવકની શોધખોળ હજુ પણ ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, અમરેલી-રાજુલાના પટવા ગામની દરિયાની ખાડીમાં 4 યુવાનો ન્હાવા માટે કૂદ્યા હતા, દરિયાની ખાડીમાં ન્હાવા કૂદેલા આ ચારેય યુવાનો દરિયામાં ડૂબી ગયા હતા. આ અંગેની જાણ થતાં પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ થતાં જ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જે બાદ રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ જીવની પરવાહ કર્યા દરિયામાં ડૂબકી લગાવી હતી. તેમણે સ્થાનિક તરવૈયાની ટીમ સાથે દરિયામાં ડૂબી ગયેલા યુવકોની શોધખોળ હાથ ધરી હતી. હીરા સોલંકી દરિયામાં યુવકની શોધખોળ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

tઆ દરમિયાન સ્થાનિક તરવૈયાઓની ટીમે દરિયામાં ડૂબેલા ચારેય યુવકોમાંથી 3 યુવકોને બચાવી લીધા હતા. જ્યારે ચોથા યુવકની દરિયામાં શોધખોળ હાથ ધરી હતી. દરિયામાં ડૂબેલા 3 યુવાનનો આબાદ બચાવ છે. જ્યારે અન્ય એક યુવકની દરિયામાં શોધખોળ કરવામાં આવી રહી છે.