Satya Tv News

અમદાવાદમાં ફરી એકવાર મોટા સ્કેન્ડલનો પર્દાફાશ થઇ શકે છે, આજે અમદાવાદમાં SOGની ટીમે ડ્રગ્સના દોઢ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે

અમદાવાદમાં ગાંજો અને ડ્રગ્સ ઘૂસાડવાના મોટા સ્કેન્ડલનો પર્દાફાશ થયો છે, શહેરમાં ગાંજા બાદ ડ્રગ્સનો મોટો જથ્થો પોલીસના હાથે લાગ્યો છે. આ પહેલા ટ્રેનમાંથી ગાંજો અને હવે SOGની ટીમે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો છે.

માહિતી છે કે, અમદાવાદમાં ફરી એકવાર મોટા સ્કેન્ડલનો પર્દાફાશ થઇ શકે છે, આજે અમદાવાદમાં SOGની ટીમે ડ્રગ્સના દોઢ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે. અમદાવાદ SOGએ વેજલપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. 1 લાખ 22 હજારના કિંમતનું આ 12 ગ્રામ MD ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું છે, આ ડ્રગ્સની સાથે જ ડ્રગ્સ પેડલરને પણ ઝડપી પાડ્યો છે, અનશ શેખ એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરવા વેજલપુરમાં ફરતો હતો, આ દરમિયાન પોલીસની કાર્યવાહીમાં ઝડપાઇ ગયો હતો.

અમદાવાદમાથી વધુ એક મોટી ગુનાખોરીની ઘટના પ્રકાશમાં આવી છે, અહીં ટ્રેનમાંથી ગાંજો મળી આવ્યો છે. માહિતી પ્રમાણે, અમદાવાદમાં પૂરી ગાંધીધામ ટ્રેનમાંથી બિનવારસી સ્થિતિમાં 23 પેકેટ ભરેલી ત્રણ બેગો મળી આવી હતી. પોલીસને મળી આવેલો આ ગાંજો લગભગ 27 કિલો 870 ગ્રામનો જથ્થો છે.

error: