Satya Tv News

અંકલેશ્વરમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ
મહિલા સહીત પાંચ ઇસમોની કરી ધરપકડ
હજારોનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી 

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે મામલતદાર કચેરી ઓફિસની સામે હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ કરી મહિલા સહીત પાંચ ઇસમોને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર મામલતદાર કચેરી ઓફિસની સામે શુભમ રેસીડેન્સી પાછળ આવેલ હર્ષ પાર્ક એપાર્ટમેન્ટના રૂમ નંબર-૧૦૧ અને ૧૦૨માં રહેતી મહિલા રતન લક્ષ્મણ મારવાડી સલાટ કુટણખાનું ચલાવે છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથક ના પી.આઈના માર્ગ દર્શન હેઠળ બે મહિલા પોલીસ સહીત ચાર જેટલા પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા.અને બાતમી વાળી જગ્યાએ દરોડા પાડતા એક મહિલા મળી આવી હતી, પોલીસે મહિલાની પુછપરછ કરતા તેણે પોતે રતન લક્ષ્મણ મારવાડી સલાટ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને સાથે રાખી બાજુના રૂમમાં તપાસ કરતા યુવતીઓ અને ચાર ઈસમો કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કરી મહિલા રતન સલાટ સહીત પાંચ ઇસમોની અટકાયત કરી ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: