Satya Tv News

શિનોરના ગામોમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ
કન્યા કેળવણી અંતર્ગત પ્રવેશોત્સવ
બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અપાઈ
જિલ્લા પંચાયતના ગ્રામજનો રહ્યાં ઉપસ્થિત

શિનોર તાલુકામાં કન્યા કેળવણી અંતર્ગત શિનોર તાલુકાના માંજરોલ,તરવા,નાના હબીપુરા સહિત ના ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં બાળ વાટિકા અને ધોરણ એક ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટર A.B.ગોર અને વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલની ઉપસ્થિતિમાં માંજરોલ,તરવા,નાના હબીપુરા, સાધલી,દિવેર,કુકશ સહિતના ગામોના બાળ વાટિકા અને ધોરણ એક ના બાળકોને પ્રવેશ અપાયો હતો.જ્યારે દાતાઓના સહયોગથી બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અપાઈ હતી.તરવા પ્રાથમિક શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, સરપંચ સંજય પટેલ,ઉપ સરપંચ રાજેશ વસાવા અને જિલ્લા પંચાયત ના સદસ્ય સુમિત્રા વસાવા,શાળાના આચાર્ય વિજય પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં..જ્યારે માંજરોલ ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર A.B.ગોર ,શિનોર મામલતદાર સહિત ના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: