Satya Tv News

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ચુંટણીમાં ઉમેદવારોની અંતિમ યાદી આજે સમી સાંજે જાહેર થઇ હતી. સતારૂઢ સહયોગ પેનલને આ ચુંટણીમાં વિકાસ પેનલના આઠ ઉમેદવારોનો આ જંગમાં સામનો કરવો પડશે તે હવે નિશ્ચિત થઇ ચુક્યુ છે.

YouTube player

આજે ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની અંતિમ દિને સાંજે ૬ ને પાંચ મિનિટે સામસામે આઠ આઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝુકાવશે. જોકે સહયોગ પેનલ માટે આંચકા સમાન બીના એ બની કે રિઝર્વ કેટેગરીમાં જેઓએ ઉમેદવારી નોંધાવી હતી તેવા તત્કાલીન પ્રમુખ રમેશ ગાબાણીએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. રમેશ ગાબાણીના આ નિર્ણય બાદ અંકલેશ્વર ઉદ્યોગ આલમના રાજકારણમાં અનેક તર્ક વિતર્કો ઉભા થવા પામ્યા હતા. જોકે રમેશ ગાબાણી એ પોતાની ઉમેદવારી પરત ખેંચવા બાબતે મીડિયા સમક્ષ કંઈક આ મુજબની કેફીયત રજુ કરી હતી. સાંભળી લઈએ શું જણાવ્યું તેઓએ?


બીજી તરફ ગત ચૂંટણી થી સક્રિય થયેલ વિકાસ પેનલના અગ્રણી ઉમેદવાર ચંદુભાઈ અકબરીએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચીને સૌને આંચકો આપ્યો હતો. તો અન્ય એક મક્કમ ઉમેદવાર એવા રાકેશ વેકરીયાએ તેમના પિતાશ્રી ની ગંભીર બીમારી ને ધ્યાને લેતા તેમની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.
આ ચુંટણીમાં અગાઉ રિઝર્વ કેટેગરી માં ત્રણ ઉમેદવારો હતા જે પૈકી ભાવેશ વઘાસીયા તેમજ રમેશ ગાબાણી એ ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા આ કેટેગરીમાં એક માત્ર પી એમ ચૌહાણ બિનહરીફ બની રહ્યા હતા.

સહયોગ પેનલના ઉમેદવારોની અંતિમ યાદી જોઈએ તો હસમુખ દુધાત, હિંમત શેલડીયા, વિનોદ બારીયા, જતીન ગાંધી, અમૂલખ પટેલ હેતલ પટેલ, રાકેશ પટેલ તેમજ પીતામ્બર પટેલ મેદાને જંગ માં જોવા મળશે.

તો બીજીતરફ વિકાસ પેનલમાં યોગેશ પટેલ, વી. એચ. દેસાઈ, વિમલ જેઠવા, હસમુખ પટેલ, અમરનાથ સીંગ, ધ્રુવ પટેલ, ભરત પટેલ અને ચિંતન વેકરીયા સીધા જંગમાં જોવા મળશે.

આ અગાઉ કોર્પોરેટ કેટેગરીમાં ડી. કે. રાણા બિનહરીફ ઘોષિત થયા હતા. આમ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ની આગામી ચુંટણીમાં વાવાજોડા જેવુ કાંઈ ખાસ અસર જોવા મળશે એવુ લાગતું નથી પરંતુ બે પેનલના આઠ સામે આઠ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે તે હવે નક્કી થઈ ગયુ છે.

જોકે પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી ચૂંટણીમાં મેદાન બહાર હોય સહયોગ પેનલ માટે સમીકરણો બદલાય એવી ભારોભાર સંભવિતતા ને જાણકાર સુત્રો નકારતા નથી. જોકે રમેશ ગાબાણી એ મનો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે નિવેદન મીડિયા સમક્ષ આપ્યુ છે તે ભારદાર અને તાર્કિક બની રહેશે તેમાં કોઈ બે મત નથી. ગત ચુંટણીમાં પણ તેઓની ભૂમિકા નિર્ણાયક બની રહી હતી.તો બીજી તરફ બળદેવ પ્રજાપતિ આણી લઘુ ભારતી આણી મંડળી સહયોગ પેનલ સામે ઝીંક ઝીલી શકશે કે કેમ એ તો આવનારા દિવસોમાં સ્પષ્ટ થઇ જશે. હાલ તો બે ત્રાજવા ગોઠવાય ગયા છે સ્થાનિક ઉદ્યોગ મતદારો કઈ તરફ ઝૂકે છે તે જોવું રહ્યુ.

error: