Satya Tv News

Facebook પર થયેલી મિત્રતા બાદ પરિણતાને પોતાની સાથે રિલેશનશિપ રાખવા માટે દબાણ કરી દાગ ધમકી આપતા યુવક સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે

માંજલપુર પોલીસ સ્ટેશનમાં આંગણવાડીની મહિલા કાર્યકરે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા facebook પર મારે સાથે ઓળખાણ થઈ હતી. પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને તરસાલી બાયપાસ રોડ આકૃતિ ફ્લેટના ત્રીજા માળમાં રહે છે અમો ફેસબુક પર ઓનલાઈન વાતચીત કરતા હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. મેં મારો મોબાઇલ નંબર આપ્યો હતો. અમે મિત્રતાના સંબંધે વાતચીત કરતા હતા, પરંતુ આ મને રિલેશનશિપ રાખવા માટે દબાણ કરતો હતો. જેથી મેં તેને ના પાડી હતી મને અવારનવાર ફોન કરીને હેરાન કરતો, હોવાથી મેં તેને બ્લોક કરી દીધો હતો. તેમ છતાં છેલ્લે એક વર્ષથી હું નોકરી જઉં ત્યારે મારી પાછળ આવી મને ધમકી આપવા લાગ્યો હતો, કે તું મારી સાથે વાત નહીં કરે તો હું તને તારા પતિને જાણથી મારી નાખીશ. ગત 13 મી તારીખે સવારે 8:30 વાગે હું આંગણવાડીમાં હાજર હતી તે સમય એ આંગણવાડીમાં આવ્યો હતો, અને તું મારી સાથે વાત કેમ નથી કરતી તેમ કહી મને ગંદી ગાળો બોલી માર માર્યો હતો. મેં બૂમાંબૂમ કરતા ત્યાંથી ભાગી ગયો હતો. માંજલપુર પોલીસે હર્ષદ રોહિત સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: