Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમિત્રોથી સહયોગ મળશે. પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે. રોજગારી માટે સારી તકો મળશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલોનો ઉત્તમ સહયોગ મળશે. ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે. રોજગારી માટે ઉત્તમ તકો મળશે. મધુર વાણીથી કામ સરળ બનશે.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ બનાવી શકશો. નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે. કરેલો પરિશ્રમ ફળદાયી બનશે. પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે.

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં લાભ મળશે. ધંધાકીય કામમાં લાભ થશે. કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું. નાના પ્રવાસના યોગો બને.

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક પાસુ મજબૂત બનશે. ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે. લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું. ખાવાપીવામાં કાળજી રાખવી.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારજનોનો સહયોગ મળશે. યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે. અવિવાહિતને સારા સમાચાર મળશે. જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે.

તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે. નોકરીયાતને કામમાં નવીન તકો મળે. પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું. કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરદેશના કામકાજમાં લાભ થશે. નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે. પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ જૂની ઉઘરાણીમાં લાભ થશે. આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. સહકર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. આવકના નવા દ્વાર ખુલશે. કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી. મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે. સારા સમાચારથી ખુશીમાં વધારો થશે. કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે. તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે. નોકરીમાં મહેનતનું ફળ મળશે.

શુભાંક – આજનો શુભ અંક છે 1
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે સફેદ – આસમાની
શુભ સમય – આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા – આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત – મિથુન રાશિ (ક.છ.ઘ.)

error: