Skip to main content

Satya Tv News

ભરૂચ એલ.સી.બી ને મળી સફળતા
દારૂની ખેપ મારતા બે આરોપી ને દબોચિયા
બે લાખ કરતાં વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો
નેત્રંગ પોલિશ સ્ટેશન માં ગુનો નોંધાવ્યો

ભરૂચ એલસીબી પોલીસે નેત્રંગ ડેડીયાપાડા રોડ પર આવેલ રમણપુરા ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂ ની હેરાફેરી કરતી એક ઇકો કાર સહિત બે ને ઝડપીલઇ બે લાખ કરતાં વધુ નો મુદામાલ જપ્ત કરી નેત્રંગ પોલીસ ને હલાવે કરતા ચકચાર મચી જવા પામી છે

ભરૂચ એલ.સી.બી પોલીસ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબીશન, જુગાર અંગેની વોચ તપાસમાં પેટ્રોલીંગમા હતી, તે દરમ્યાન ચોકસ બાતમીદાર થી મળેલ બાતમી મુજબ નેત્રંગ તાલુકા ના ચિકલોટા ના મંદિર ફળીયામા રહેતો જનક રતનભાઈ વસાવા તેમજ રાહુલ મોતીભાઈ વસાવા મારુતિ કંપની ઇકો ગાડી નંબર જીજે – ૧૬ ડીજી ૮૨૩૦ મા થવા તરફથી વિદેશી દારૂ ભરી નેત્રંગ તરફ આવી રહેલ છે. જે બાતમી આધારે એલસીબી પોલીસે નેત્રંગ નાં રમણપુરા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી બાતમી વાળી ઇકો ગાડી આવતા તેને ચારે તરફથી કોડઁન કરી ગાડી સાઇડ પર ઉભી રખાવી ચેક કરતા ઇકો ગાડી ની વચ્ચે ની સીટ નીચેથી વિદેશી દારૂ ની નાની મોટી બોટલો તેમજ ટીન કુલ્લે ૪૭ નંગ જેની કિંમત રૂપિયા ૧૧,૧૦૦/- મોબાઇલ નંગ બે જેની કિંમત રુપિયા ૧૦,૦૦૦/- ઇકો ગાડીની કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦/= મળી કુલ્લે રૂપિયા ૨,૭૧,૧૦૦/= મુદામાલ જપ્ત કરી બંન્ને આરોપીઓ વિરુદ્ધ નેત્રંગ પોલિશ સ્ટેશન માં ગુનો નોંધી આગળ ની વધુ તપાસ નાં ચક્રોંગતી માં કર્યા છે

વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: